AHP કે VHP આમને સામને – ખાસ અહેવાલ
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ (AHP)ના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી. જે. ગજેરાએ ભાજપની પોલ ખોલતાં કહ્યું હતું કે, ગુજરાતમાં હિંદુના નામે જે સંમેલનો ભરવામાં આવી રહ્યાં છે તે ભાજપ દ્વારા ભરવામાં આવી રહ્યાં છએ. જેમાં 90 ટકા કાર્યકરો ભાજપના હોય છે. એવું પ્રથમ વખત થઈ રહ્યું છે. પહેલાં માત્ર વિશ્વ હિન્દુ પરિષદના જ કાર્યકરો આવા કાર્યક્રમોમાં આવતાં હતા. હવે તેમાં ભાજપના જ કાર્યકરોને એકઠા કરીને તેનું સંપૂર્ણ ખર્ચ ભાજપ ઉઠાવે છે. જે હિંદુના નામે ગેરમાર્ગે દોરવામાં આવે છે.
પ્રશ્નોથી ભટકાવવા અને ઉશ્કેરવાનું કાવતરૂ
ભાજપ આવું એટલા માટે કરવા માંગે છે કે, AHPના વડા ડો. તોગડિયાએ અયોધ્યામાં યાત્રા કાઢી તેથી ભાજપ અને સંઘે નક્કી કર્યું કે ડો. તોગડિયાનો મુદ્દો સફળ થઈ રહ્યો છે તે જશ ન લઈ જાય તે માટે તેમણે અયોધ્યામાં રામ મંદિર માટે સમગ્ર ગુજરાતમાં સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. જો ભાજપ સાચું હોય તો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે. દેશમાં ભાજપનું શાસન છે. તેમણે રામ મંદિર બાંધી દેવું જોઈએ. આવા સંમેલનો કરવાની જ જરૂર નથી. ખરેખર તો લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ થઈ રહ્યું છે. કારણ કે ભાજપ સરકારને ખબર પડી ગઈ છે કે, હવે દિલ્હીમાં તેમની સરકાર બનવાની નથી તેથી ફરીથી હિંદુ માટે લાગણી ઉશ્કેરવી અને લોકોને કાશ્મીર, સીબીઆઈ, ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો, નોટબંધી, GST, મોંઘવારી, બેકારી, અરાજકતા, કેન્દ્ર અને ગુજરાત ભાજપની સરકારનો નિષ્ફળતાં જેવા મુદ્દા પર લોકોનું ધ્યાન ન રહે તે માટે હિંદુઓના નામે આવું કરવામાં આવી રહ્યું છે.
પાંચ રાજ્યોમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ નિષ્ફળ રહ્યાં છે તેથી આવા નાટકો શરૂ કર્યાં છે. જેમાં ભગવાના નામે મતનું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. તેમ ડો. જી. જે. ગજેરાએ khabarche.com સાથે વાત કરતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે ભાજપનું મિડિયા સેલ સમગ્ર ગુજરાતમાં રામ મંદિર બનાવવા અને મુસ્લિમો સામે આક્રોશ ઊભો કરવા જુની વિડિયો લોકોમાં વહેતી કરી રહ્યાં છે. જેથી લોકો હિંદુ ધર્મ માટે લાગણી શીલ બની એન 6 મહિના પછી કેન્દ્ર સરકાર માટે ચૂંટણી આવી રહી છે તેમાં ફરીથી મત મેળવી શકાય. પણ લોકો હવે ભાજપના તરકટથી ચેતી ગયા છે. તેઓ હિંદુનો હવે ઉશ્કેરી શકે તેમ નથી. આવા ઉશ્કેરણી જનક જૂના વિડિયો લોકોને મોકલવાનું બંધ કરીને રામ મંદિર બનાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોજી આદીત્યનાથને કહેવું જોઈએ. સંઘની એક સંસ્થા તેમની જ બીજી સંસ્થા સામે આંદોલન કેમ કરે છે ? ભાજપે પોતાની સરકાર સામે આંદોલન કરવાની શું જરૂર છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદનું બેનર છે પણ તેનો ઉપયોગ ભાજપ કરી રહ્યો છે. આ બધા તાયફા કર્યા વગર લોકોના પ્રશ્નો ઉકેલો અને મંદિર બાંધો. બીજો કોઈ વિકલ્પ ભાજપના નેતાઓ માટે નથી.
તેમણે કહ્યું હતું કે, સંઘનો રાષ્ટ્રવાદ હતો તે સત્તા વાદ થઈ ગયો છે. હિંદુ રાષ્ટ્ર ના બદલે બીજી તરફ કામ થઈ રહ્યું છે. 2014માં ચૂંટાયેલા ભાજપે સાડા ચાર વર્ષા સુધી કંઈ ન કર્યું, તેથી હવે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ બધું ભાજપ પોતે વિશ્વ હિંદુ પરિષદના બેનર હેઠળ કરી રહ્યો છે.
ચૂંટણી આવતા મંદિર યાદ આવ્યું
16 ડિસેમ્બર 2018માં અમરેલીમાં વિ.હિ.પ.નાં માઘ્યમથી આર. એસ. એસ. દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું. આ ધર્મસભામાં રામમંદિરના નિર્માણ માટે સરકારે ઉપર વટહુકમ માટે દબાણ લાવવા માટે યોજવામાં આવેલી હતી. આવું સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. આ ધર્મસભામાં 80 થી 90 ટકા માણસો ભાજપામાંથી આવેલા હતા. આજ સુધી વરસોથી વિ.હિ.પ.ના હિંન્દુસમાજલક્ષી અને હિંદુધર્મલક્ષી એક પણ કાર્યક્રમમાં ભાજપાનો એક પણ કાર્યકર્તા કયારેય પણ હાજર રહયો નથી. હવે 2019ની ચુંટણી આવે છે એટલે ભાજપા પાસે જનતા પાસે જવા માટે કોઈ મુદ્દો રહ્યો નથી.
સંઘની સરકાર આદેશ આપી શકે
એટલે હિંદુઓની રામ પ્રત્યેની ધર્મપ્રત્યેની લાગણીનો લાભ લેવા માટે ભાજપાના કહેવાથી સંઘે આ આયોજન કર્યું છે. જ્યાં સામાન્ય લોકો હાજર રહેતાં નથી. ભાજપા, કિશાનસંધ, એ.બી.વી.પી., મજદુર સંઘ, વિદ્યાભારતી વગેરે બધી જ ભગિની સંસ્થાઓઆર.એસ.એસ.ની દોરવણી હેઠળ કામ કરતી હોય છે. આર.એસ.એ.એ આ બધી સંસ્થાઓના મા-બાપ તરીકે હોય છે. આર.એસ.એસ. કહે તેટલા જ કાર્યક્રમો આ સંસ્થા કરી શકે એવો નિયમ હોય છે. એટલે સંઘ સર્વોપરી છે. હાલ ઉપર પ્રદેશ એન કેન્દ્રમાં ભાજપાની સરકાર છે. એટલે કે સંઘની જ સરકાર છે. જો સંઘ ઈચ્છે તો ભાજપાને આદેશ આપીને રામમંદિરનો વટહુકમ રાતોરાત લાવી શકે તેમ છે. આ સરકાર સામે સંઘ આંદોલન કરે તે વાત જનતાને ગળે ઊતરતી નથી. કેન્દ્ર સરકારના વડા સ્વયંસેવક છે. એકની સામે બીજા સ્વયંસેવક આંદોલન કરે એ જનતા સાથે એક બનાવટ જ છે. અને જનતાને મુર્ખ બનાવવાની વાત છે.
હિંદુઓની લાગણીથી સત્તા મેળવી હવે શું ?
દર વખતે હિંદુઓની ધર્મ પ્રત્યેની લાગણીનો લાભ લઈને સતા ઉપર પહોંચી ગયેલ ભાજપાને આ વખતે લાભ મળવાનો નથી. એ પણ જનતાએ નકકી કરી લીધું છે. જનતા સમજી ગઈ છે કે આ બધા ખેલ ચૂંટણીમાં લાભ લેવા માટે જ છે. આ રીતે સત્તા મેળવી લેવાનો ઈરાદો છે. અત્યાર સુધી હિંદુસમાજ, હિંદુ ધર્મ અને હિંદુ રાષ્ટ્ર માટે કાર કરતું સંઘ સત્તા માટે કામ કરવા લાગ્યો છે. સંઘ કહે છે કે મુસ્લિમ સિવાય હિંદુત્વ અધુરો છે. રમજાન મહિનામાં ઈફતાર પાર્ટી કરવામાંડયું છે. શું આ માટે ડો. હેડગેવારે સંઘની સ્થાપના કરેલી ? સંઘના વરિષ્ઠ નેતા રાષ્ટ્રીય સરકાર દ્વારા ભૈયાજી જોષીએ પણ કહયું હતું. કે સંઘનું કામ સત્તા મેળવવાનું નથી.
22 સંસ્થાઓ સાંસદને આવેદન આપે છે, સર્વોપરી કોણ ?
વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, લઘુ ઉદ્યોગ ભારતી, ભારત વિકાસ પરિષદ, ભારતીય કિસાન સંઘ, એનએમઓ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, ભારતીય જનતા પાર્ટી, બજરંગ દળ, દુર્ગાવાહિની, સહકાર ભારતી, વિદ્યા ભારતી, ભારતીય મજદૂર સંઘ, સંસ્કૃત ભારતી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિવિધ યુવક મંડળ, ધુન મંડળો, રાસ મંડળો, ભજન મંડળ હવે દરેક સ્થળે ભાજપના સાંસદને આવેદનપત્રો આપી રહ્યાં છે તે એક શરમનો વિષય છે. આ સંસ્થાઓ તો સરકારને આદેશ આપી શકે છે, આવેદનપત્ર કેમ આપે છે ?
સાડા ચાર વર્ષમાં મંદિર માટે કેમ કંઈ ન કર્યું
નિવેદનમાં કહ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદનાં માઘ્યમથી દરેક જિલ્લામાં અયોઘ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે હિંદુ સંમેલનો ગોઠવાઈ રહૃાા છે. આ સંમેલનો આગામી 2019ની લોકસભાની ચુંટણીનાં પ્રચારનાં સંદર્ભમાં ગોઠવવામાં આવી રહૃાા છે. અત્યારે ફકત એક જ મુદો લઈને આર.એસ.એસ. હિંદુ સમાજને ગેરમાર્ગે દોરી રહૃાો છે અને એ છે અયોઘ્યાનમાંરામમંદિરનું નિર્માણ. હાલમાં કેન્દ્રમાં ભા.જ.પા.ની સરકાર એટલે કે સંઘ સંચાલિત સરકાર છે. ઉત્તરપ્રદેશમાં પણ ભા.જ.પ.ની જ સરકાર છે. સંસદમાં ભા.જ.પા.ની બહુમતિ છે તો આ સંમેલનો શા માટે ? રામમંદિર માટે સંસદમાં કાયદો પસાર કરાવી શકાય તેમ છે. ગઈ 2014ની ચૂંટણીમાં ભા.જ.પા. અને સંઘ કહેતું હતું કે સંસદમાં બહુમતિ મળશે તો આ માટે કાયદો પસાર કરાવીશું. પરંતુ આ સાડાચાર વર્ષ સુધી કાંઈપણ થયું નહિ. સંઘે પણ આટલા સમયમાં સરકાર ઉપર કોઈ દબાણ ન કર્યુ. હવે જયારે ર019ની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે એકાએક સંઘ અને ભા.જ.પા.ને આ મુદો યાદ આવ્યો. અને અત્યારે હિંદુ સમાજની લાગણી ઉશ્કેરીને તેમનાં મતો અંકે કરવાની જ આ યોજના સાકાર કરવામાં આવી રહી છે.
ડો.તોગડિયાની સફળતાએ બધાને દોડતા કર્યાં
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનાં રાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીયાએ 21 થી 23 ઓકટોબરે લખનૌથી અયોઘ્યા કૂચ કરી અને તેની સફળતા જોઈને ભા.જ.પા.ને એમ લાગ્યું કે આ રામમંદિરનો મુદો આગામી ચુંટણીમાં તેના હાથમાંથી સરકી જશે એટલે તેણે સંઘ મારફત આ સંમેલનોની યોજના બનાવી. 2014 સુધી સંઘ સર્વોપરી હતું. પરંતુ અત્યારે ભા.જ.પા. જ સર્વોપરી છે. સંઘનું કામ હિંદુ સમાજની અને હિંદુ ધર્મની સેવા કરવાનું અને સંગઠન કરવાનું છે. રાજકારણ એ સંઘનું કામ નથી. પણ આમાં તો એવું લાગી રહ્યું છે કે સંઘ ભાજપાનો હાથો બનીને તેનું કામ કરી રહ્યો છે. સંઘની રચના જેના માટે થઈ છે તે હિંદ રાષ્ટ્રનો વિચાર એક બાજુ મુકાઈ ગયો છે. હવે તો ભાજપાની સતા ટકાવી રાખવા માટે સંઘ પણ કહી રહ્યું કે મુસ્લિમો સિવાય હિંદુત્વ અધુરૂ છે. આટલા વરસોમાં સંઘે કયારેય રમજાન મહિનામાં મુસ્લિમોને ઈફતાર પાર્ટી આપેલ ન હતી તે પણ આ વરસે કર્યું છે. અયોઘ્યાનમાં સરયુ નદીને કિનારે મુસ્લિમોને નમાજ પઢવાનું સંઘે આહવાન કર્યું હતું. વડાપ્રધાન મસ્જિદોમાં જવા લાગ્યા છે. લાહોર જઈને પાકિસ્તાનનાં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને ઘેર જઈને બિરયાની ખાઈ આવ્યા છે. આ બધુ શું દર્શાવે છે ? મુસ્લિમોની મતોની લાલચમાં આ બધુ થઈ રહ્યું છે. ભાજપ પણ સમજી લે કે હિંદુ પ્રજાને દર વખતે મૂર્ખ નહીં બનાવી શકાય. આ બધુ હિંદુ સમાજ જોઈ રહૃાો છે. અને કોણ સાચું છે અને કોણ ખોટું છે તે પણ તેના ઘ્યાનમાં આવી ગયેલું છે. એટલે દર વખતની ચુંટણીમાં જેમ મૂર્ખ બનાવી જાય છે. તેમ આ વખતે નહિ બનાવી શકાય. તે પણ હકીકત છે. તેમ ડો.ગજેરાએ અંતમાં જણાવ્યું હતું.