ગાંધીનગર : ગાંધીનગરના સમદર્શન આશ્રમમાં શ્રીમદ્ભાગવત કથા કહેતાં પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, મનની શુધ્ધિ માટે ભાગવત જેવું બીજું કોઈ સાધન નથી. ભાગવત જીવન પરિવર્તન કરાવનારો ગ્રન્થ છે. ભાગવતના તમામ કથા-પ્રસંગોમાં ગંભીર ઉપદેશ સમાયેલો છે. જે વ્યÂક્ત એકાગ્ર થઈને આ કથા સાંભળે છે તેના અંતરની શુધ્ધિ થઈ જાય છે. વિષય રસ મનને અશુધ્ધ કરે છે, જ્યારે ભાગવત રસ મનને શુધ્ધ કરે છે.
પૂ.ગુરુમા પરંપરાગત રીતે શ્રીમદ્ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. સમસ્ત ભાગવતને આવરી લઈને શ્રાવકોને શુદ્ધ ઉપદેશ મળે એવો પૂ.ગુરુમાનો હેતુ છે. ભાગવતમાં જે પ્રકારે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે એ પ્રકારે ભાગવત કથા યોજાઈ રહી છે. પ્રતિદિન વિશાળ સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણનો લ્હાવો લઈ રહ્યા છે. આજે ત્રીજા દિવસે પૂ.ગુરુમાએ કથા દરમિયાન જે મહ¥વની વાતો કહી એ રત્નકણિકાઓ સ્વરૂપે અહીં પ્રસ્તુત છે :
• આત્મજ્ઞાન અને બ્રહ્મનિષ્ઠા વ્યક્તિને વધારેને વધારે સંવેદનશીલ બનાવે છે.
• રાજા અને સેવક – એવા લૌકિક વ્યવહારો આપણે મનથી ઉભા કરેલા છે.
• વૈરાગ્ય વિના તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જગતના વિષયોમાં મોહ હોય ત્યાં સુધી તત્વજ્ઞાન મળતું નથી.
• મનુષ્યને જા સૌથી વધુ કોઈ છેતરતું હોય તો તે તેનું મન છે, એટલે હંમેશા સજાગ રહેવું. મનથી જ બધા બંધન છે અને મનથી જ મોક્ષ.
• માછલી એ બચવું હોય તો માછીમારના પગની નજીક રહેવું જાઈએ. માછીમારની જાળ દૂર રહેલી માછલીને જ પકડે છે. એમ દુનિયાની માયાજાળમાંથી બચવું હોય તો માયાપતિ એટલે કે ઈશ્વરની સમીપ રહેવું – શરણમાં રહેવું.
• ભÂક્ત અને જ્ઞાન. બન્નેમાંથી કોઈપણમાં નિષ્ઠ છે તે મહાપુરૂષ છે.
• જે પોતાના અધિકારનું નથી એ ધન ધીમું ઝેર છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં એ પરિણામ તો ભયાનક આપે જ છે.
• ભગવાને તો સુંદર મનોહર સૃષ્ટિનું નિર્માણ કહ્યું છે. આ જગત નંદનવન છે. બધા વૃક્ષો કલ્પવૃક્ષ છે અને બધા જ જલ ગંગાજલ છે. પણ જા આપણી દૃષ્ટિ યોગ્ય હોય તો. આપણે રાગ-દ્વેષથી જાઈએ છીએ એટલે આ સૃષ્ટિ આપણને સંસાર લાગવા માંડે છે.
• અવિવેકથી આપણે પ્રકૃતિ સાથેની સંવાદિતા ગુમાવી છે. પર્યાવરણને વ્યાપક નૂકશાન પહોંચાડ્યું છે. પ્રકૃત્તિ સાથેની હાર્મની જાળવવામાં પોતાનું પ્રદાન ન આપી શકો તો કંઈ નહીં તેને ખોરવવામાં ભૂમિકા ન ભજવો. પ્રકૃત્તિના ભાગ થઈને રહો.
• પ્રભુ સરળ છે, આપણે પ્રભુ સાથે જાડાયેલા રહીએ તો આપણામાં પણ સરળતાને અંશ આવે.
• દેવ કયારેય દેવું રાખતો નથી. આપણે જે કંઈ આપીએ એનાથી અનેકગણુ કરીને એ આપણને પાછું આપે છે.
• હરિનામ જ સાચું ધન છે, એ જ કલ્યાણ કરશે, એનાથી જ મોક્ષ છે.
• ૧ર વ્યક્તિઓ ભાગવત્ તત્વના રહસ્યોને જાણે છે : બ્રહ્માજી, નારદમુની, શંકરજી, સનદકુમારો, કપિલ મહારાજ, મનુ, પ્રહલાદ, ભિષ્મ, બલીરાજ, શુકદેવજી મહારાજ અને ધર્મરાજ.
• ગર્ભવતી સ્ત્રીએ પોતાના મનને ભક્તિ ભાવમાં રાખવું જાઈએ. સગર્ભાના પતિએ પણ ધર્મ અને વ્રત કરવા જાઈએ, જેથી બાળક વિલક્ષણ જન્મે.
• સ્વીકાર એજ સમાધાન છે. પ્રતિક્રિયા આપવામાં સમય, શાંતિ અને શÂક્ત બરબાદ થશે. જે સહન કરે છે તે સાધુ.
• સંયોગ-વિયોગ તો જગતમાં સહજ છે. અનીતિને પકડશો તો અંતે રડવું પડશે, નીતિને પકડવામાં જ ડહાપણ છે.
આપણે આપણાં દેશની નિંદા કરવી જોઈએ નહીં. ભારત એટલે ભારત : પૂ. ગુરુમા
પૂ. ગુરુમાએ ભારત રાષ્ટ્રનું ગૌરવ વર્ણવતા કહ્યું હતું કે, ભારત એટલે ભારત. આ પૃથ્વી પર આપણે ભારતીયો જ સદ્ભાગી છીએ કે ભારતવર્ષમાં આપણો જન્મ થયો. ભારત પુણ્યભૂમિ છે. આ ભૂમિનો કોઈ વિકલ્પ નથી. જ્ઞાન-તત્વજ્ઞાન, ભક્તિ અને સત્કર્મની ધારા ભારત સિવાય બીજે કયાંય નથી. દેવતાઓ પણ ભારતમાં જન્મ લેવા લાલાયીત છે. જયાં કથા-વાર્તા અને ભક્તિ છે એવો ભારત દેશ દેવતાઓ માટે પણ દુલર્ભ છે.
સમદર્શન આશ્રમમાં શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન પૂ. ગુરુમાએ કહ્યું હતું કે, ભારત બહુ મૂલ્યવાન છે. અન્ય દેશોમાં કદાચ ધન વધુ હશે પરન્તુ ધન પૂર્ણતા નથી આપતું. ભારતમાં ખામી હશે-દોષ હશે- વસતી વધારો હશે- ગંદકી હશે છતાં ભારત એ ભારત છે. આ ભૂમિનો કોઈ વિકલ્પ નથી. દેવતાઓને પણ ભારત વર્ષ અને એમાં રહેતા મનુષ્યો ભાગ્યશાળી લાગે છે. આત્મજ્ઞાન અને ભક્તિના મૂળ અહીં છે આપણે આપણા દેશની નિંદા કરવી જાઈએ નહી; ગંદકી નિવારણમાં, સ્વચ્છતા જાળવવામાં અને જ્યાં પણ આપી શકાય ત્યાં સહયોગ આપો. નિંદાથી કર્તવ્ય પણ નથી નિભાવી શકાતું અને સહયોગ પણ નથી આપી શકાતો.
આપણે ફોરેન રિટર્ન વ્યક્તિઓ અને વસ્તુઓને સન્માનીએ છીએ, પરન્તુ આપણી જ વસ્તુઓની કદર નથી કરતા. પણ અહીં ભારતમાં છે એ બીજે કયાંય નથી.
- હીરેન ભટ્ટ