વીમો ન મળતાં ભાજપ સરકાર સામે ખેડૂતોનું આંદોલન

વિસાવદર તાલુકાના ગામડાઓમાં પાક વીમા મુદ્દે ખેડૂતોને થયેલા અન્યાયને લઈને કોંગ્રેસે 23 ઓગસ્ટ 2018ના રોજ ખેડૂત સંમેલન યોજ્યું હતું. જેમાં દરેક ગામ દીઠ ખેડૂતોએ પોતપોતાના ગામમાં પાક વીમા મુદ્દે થયેલી ક્રોપ કટિંગ સહિતના મુદ્દે આરટીઆઇ હેઠળ માહિતી માંગવાનું નક્કી કર્યું છે. આજ રોજ વિસાવદર માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાની આગેવાનીમાં પાકવીમાથી વંચિત ખેડૂતોને પાકવીમો મળે તે બાબતે વિશાળ ખેડૂત રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. પાકવીમો, ઉભા પાકને નુકશાન કરતા રોઝ, ભૂંડ માટે પણ તેમણે વાત કરી હતી. ખેતી વાડીમા રાત ને બદલે દિવસે પાવર આપવા આ તમામ બાબતે ધારાસભ્યએ કહ્યું કે આ આપણી જગતના તાત એવા ખેડૂતોની લડાઈ છે આપણે જ લડવી પડશે, હું મારા છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના પ્રશ્નોને લઈ લડતો રહીશ.

વિસાવદર તાલુકાના 78 ગામડાઓમાંથી 42 ગામમાં 3% ટકાથી લઈ 90% સુધી ગત વર્ષની મગફળીમાં વીમો મંજુર કરવામાં આવ્યો છે. પરંતુ જે ગામોમાં વીમો મંજૂર થયો નથી કે જે ગામમાં ઓછો વીમો મળ્યો છે ત્યાં ફેર વિચારણા કરી ખેડૂતોને 85% ટકા વીમો આપવાની માંગણી કરવામાં આવી હતી. દરેક ગામમાંથી બે-બે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે આરટીઆઈ હેઠળ માહિતી માંગવી જોઈએ. માહિતી માંગી હાઈકોર્ટના દ્વાર ખટ ખટાવવામાં આવશે. કોંગ્રેસે સંમેલન બાદ રેલી સ્વરૂપે જઈ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.

સહકારી બેન્કમાં જમા કરવાનું શરૂ થતાં ખેડૂતોને રાહત

જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને પૂર્વ સંસદીય સચિવ એલ.રી રાજાણી દ્વારા જાહેર કરવામાં આવેલું હતું કે જુનાગઢ જિલ્લાના 9 તાલુકા દ્વારા જુનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા જે ખેડુતોએ વિમાપાત્ર ધિરાણ ઉપાડેલ હોય તેવા જુનાગઢ, ભેસાણ, મેંદરડા, કેશોદ, માળીયાહાટીના, વંથલી, માણાવદર, માંગરોળ, વિસાવદર સહીતના 9 તાલુકાના 266 ગામના ખરીફ પાક મગફળીના 25752 ખેડુતો રૂ.12 કરોડ જેટલો વિમો મંજુર કરવામાં આવેલ (તેમજ એક માત્ર ભેસાણ તાલુકો જ એક એવો છે જેમાં કપાસના વિમાના રૂપીયા મંજુર થયેલા છે. જેમાં ભેસાણ તાલુકાના 27 ગામના 4444 જેટલા ખેડુતોને સહકારી બેંક મારફત વિમાપાત્ર ધીરાણ ઉપાડેલ હોય તેવા ખેડુતોને કપાસના રૂ.12 કરોડ આમ વિમો મંજુર થયેલો છે. જયારે ચેરમેન એલ.ટી.રાજાણી દ્વારા જણાવવામાં આવેલ છે કે મેંદરડા તાલુકાના 31 ગામોના આશરે 2835 જેટલા ખેડુતોને બેંક દ્વારા 136961711 રકમ મંજુર થયેલ છે જયારે મેંદરડા તાલુકામાં સરેરાશ 65% જેટલો ખેડુતોને મળેલ છે. વધુમાં ચેરમેને જણાવેલ છે કે દરેક સહકારી બેંકોમાં મંજુર થયેલ રકમ આજે નાખી દેવામાં આવેલ છે.

ખેડૂતોની માંગ ને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોનો 90 ટકા પાક ફેલ ગયેલ હોઈ જેમને વિધે સરવે કરી 25000 બાગાયત વિસ્તારના ખેડૂતો ને ચુકવવા બાબતે.

જુનાગઢ જીલ્લાના  વંથલી તેમજ જુનાગઢ તાલુકા ના ખેડૂતો ને પાક વીમા થી વંચિત રાખવામાં આવ્યા છે. તેમજ વિસાવદર અને મેંદરડા તાલુકા ના ખેડૂતો ને ઓછો પાક વીમો આપ્યાના વિરોધ માં જુનાગઢ જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સુધી રેલી યોજી કચેરી બહાર રામધુન બોલી રાજ્યપાલ ને સંબોધતું આવેદન પત્ર અધિક કલેકટર આપ્યું હતું.

ગત વર્ષે જીલ્લા માં ૩૦% થી ઓછો વરસાદ થયો છે. અને ખેડૂતો નો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ત્યારે જુનાગઢ જીલ્લા ના બે તાલુકા ની બાદબાકી અને બે તાલુકામાં ઓછો પાક વીમો આપી ભાજપ ની સરકારે ખેડૂતો સાથે મજાક કરી છે. ત્યારે આવતા દિવસોમાં પુરતો પાક વીમો આપવામાં નહિ આવેતો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારાઈ છે.