વેરાવળ,તા.17
વેરાવળમાં શનિવારે સાંજે વાહન ચેકિંગ દરમિયાન નગરપાલિકાના નગરસેવક અને તેના મિત્રની કારમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. દારૂ ઝડપાયાના આ સમાચાર વેરાવળમાં વાયુવેગે પ્રસર્યા છે. નગરસેવક ભાજપના હોવાનો પણ ખુલાસો થયો છે. અહેવાલ અનુસાર, ભાજપના નગરસેવક અને તેના મિત્રની કારમાંથી વિદેશી દારૂ ભરેલા 16 પાઉચ મળી આવતા કુલ 2 લાખના મુદ્દામાલ સાથે પોલીસે બંનેને પકડી પાડીને ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી છે. વેરાવળમાં રેયોન ફેક્ટરીના બીજા ગેટ પાસે શનિવારે સાંજે પીઆઇ બીએન મોઢવાડિયા વાહન ચેંકિંગની કામગીરીમાં હતા. આ દરમિયાન સફેદ કલરની કાર પસાર થતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. એ થેલીમાંથી વિદેશી દારીની 16 કોથળી મળી આવતા પોલીસે કારમાં સવાર નીલ ચૌહાણ અને ઉમેશ ચાવડાની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.