વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્નાભવતી મહિલાઓને પુંસવન સંસ્કાર અપાયા

ભાવિ પેઢીને સંસ્કારી બનાવવા સંસ્કૃતિમાં સોળ સંસ્કારોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સંસ્કારોના માધ્યમથી ગર્ભથી મૃત્યુ સુધી માનવીય જીવનના 16 તબક્કાઓમાં ષોડષ સંસ્કારો કરવવા ઋષિઓ દ્વારા મહત્વ બતાવવા માં આવ્યુ છે. જેમાં પુસવંન સંસ્કાર અતિ મહત્વપૂર્ણ છે. જેના માધ્યમથી ગર્ભમાં અવતરીત થઈ રહેલા બાળકનો શારીરીક ,માનસીક પરિપકવ વિકાસ કેવી રીતે સંભવ છે એ ભાવી માતા પિતાને સમજાવામાં આવે છે. આજ ઉદ્દેશ્યને લઈ મોડાસાના માલપુર રોડ ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર પર પ્રાણપતિષ્ઠા બાદ આજે પહેલી વાર ગર્ભધારણ બહેનોના પુંસવન સંસ્કાર ગાયત્રી પરિવારની બહેનો દ્વારા વૈદિક મંત્રો , યજ્ઞીય વાતાવરણ તથા સંસ્કાર સૂત્રો સાથે ઔષધિના રસપાન દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતી સમર્પિત કરી કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવારના આવો ગઢે સંસ્કારવાન પેઠી અંતર્ગત મા ના ગર્ભમાં વિકાસ પામી રહેલા બાળકનો આધ્યામિક વિકાસ કેવી રીતે સંભવ છે એબાબતે આવનારા 6 મહિના સુધી ગાયત્રી પરિવાર ની બહેનો દ્વારા વિશેષ માર્ગ દર્શન પુરુ પાડવામાં આવશે.
ગાયત્રી પરિવાર મોડાસા દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ,માલપુર રોડ પર પ્રત્યેક ગુરુવારે સવારે નિશુલ્ક પુંસવન સંસ્કાર કરાવવામાં આવે છે.