વોટર પાર્ક વિવાદોના કારણે બે વર્ષ બંધ રખાયો હતો

કાંકરિયા લેક ફ્રન્ટના પરિસરમાં 2 વર્ષ સુધી જલધારા વોટર પાર્ક બંધ રાખ્યા બાદ હવે ફરી ચાલુ કરવા માટે 1 જૂન 2019માં દોઢ મહિના પહેલાં જ મનોરંજન સમિતિએ મંજૂરી આપી હતી. ફરી ભાજપના નેતા અને જુના કોન્ટ્રાક્ટર ઘનશ્યામ પટેલના સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ને ૧૦,૧૯૪ ચો.મી.ની રૂ.૧૦૦ કરોડની કિંમતની જમીનમાં પર વાર્ષિક રૂ. ૨૮ લાખના ભાડે આપવાનું નક્કી કરાયું હતું. અગાઉ રૂ.18 લાખ મળતું હતું. મ્યુનિ.ને ભાડા કરતાં વધુ તો પ્રોપર્ટી ટેક્સ લેવાનો નીકળતો હતો. જુના કરારમાં ટેક્સ માફીની કોઇ જોગવાઇ ન હતી. જલધારા વોટર પાર્કના પ્રોપર્ટી ટેક્સ વસૂલવા મુદ્દે કોઇ ચોખવટ કરાઇ નથી જેથી મ્યુનિ.ને કરોડો રૂપિયાનું નુકશાન જવાનો ભય છે.