વ્યાજખોરો કારણે નાગરીકોએ આપઘાત કરી રહ્યા છે. તેટલાથી વ્યાજખોરોને સંતોષ ન થતાં હવે તેઓ મહિલાઓની શિયળની માંગણી વ્યાજના બદલામાં કરી રહ્યા છે. આઝાદી પહેલા ગુજરાતમાં વાણીયા અને રાજદરવારો જેરીતે વ્યજખોરી કરતાં હતા એવી ફરી થઈ રહી છે.
સરદાર હોસ્પિટલમાં કર્મચારીની મજબુરીનો લાભ લેવાનો પ્રયત્ન કરતા વ્યાજખોર સામે હિમતવાન મહીલાએ પોલીસ ફરીયાદ કરી છે. ૪૦ વર્ષીય મહીલા અને તેના પતિએ દિકરીને સગાઈ કરવા માટે કેટલાક સમય અગાઉ સારંગપુરની ઘંટાકર્ણ માર્કેટમાં ફાઈન્સનો ધંધો કરતાં સતીષ હર્ષદે પાસેથી રૂ.૫૦ હજાર વ્યાજે લીધા હતા.
આ રકમમાંથી વ્યાજ કાપી ૩૪૦૦૦ રૂપિયા જ તેમને આપ્યા હતા તેના હપ્તા આ મહીલા અને તેનો પતિ નિયમિત આપતા હતા. બિમારીના કારણે એક હપિતો ન ચૂકવાતાં વસખોર સતીષે આ બાબતને ફાયદો ઉપાડી રૂપિયા માફ કરવાના બદલામા બિભત્સ માગણી કરી હતી. મહિલા રાજી થઈ નહતી. જેથી એક દિવસ હિસાબ કરવાના બહાને પણ સતીષે એકલતાનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો. મહીલાએ મકકમતા બતાવતા સતીષે રૂપિયાની ઉઘરાણી માટે ઘરે છોકરા મોકલી માનસિક રીતે પરેશાન કરવા લાગ્યો હતો અને એક દિવસ ફરીથી ઓફીસે બોલાવી પોતાની વાત મનાવવા પ્રયત્ન કર્યો હતો અને સંબંધો રાખવા લાલચ આપી હતી.
અનૈતિક સબંધો બાધવાની ના પાડતા સતીષે રોષે ભરાઈને મહીલાને ગાળો બોલી છાતી પર હાથ નાખી દીધો હતો. એ વખતે જેમ તેમ છુટીને મહીલિા ઘરે પરત આવ્યા બાદ સતીષ મહિલાના કામના સ્થળે જઈ પરેશાન કરતા છેવટે આ મહીલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.