ચાર મહિનાના ભાજપનો ફેરો કરીને આખરે પિતાના પગલે પુત્ર મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ પિતાના પગલે વારંવાર પક્ષાંતર કરી રહ્યાં છે અને ભાજપની યોજનાઓ પર પાણી ફેરવીને ફરી એક વખત ભાજપ છોડી દીધો છે. હવે તેઓ શંકરસિંહ વાઘેલા સાથે કામ કરે તેવી શક્યતા છે. કુંવરજી બાવળીયાની જેમ તેઓ પણ ભાજપમાં પક્ષાંતર કરીને સત્તા મેળવવા માંગતા હતા અને લોસભાની ટિકિટ માંગી રહ્યાં હતા. પણ તેમાં કોઈ હકારાત્મક ન જોતાં તેમણે આખરે ભાજપ છોડીને પિતાનો પાલવ પકડી લીધો છે. તેઓ ભાજપમાં ગયા ત્યારે તેમનો વિરોધ શંકરસિંહે કર્યો હતો.
14 જુલાઈ 2018માં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. રાજ્યસભાની ચૂંટણી વખતે મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી દીધી હતી અને તેમનું ભાજપમાં જવાનું લગભગ નિશ્ચિત હતું. લોકસભાની ચૂંટણી માથે તોળાઈ રહી છે ત્યારે ભાજપે વધુ એક ઘા કરીને મહેન્દ્રસિંહ વાઘેલાને પોતાનામાં સમાવી લીધા હતા ત્યારે હવે તેઓ ભાજપ છોડીને ફરી શંકરસિંહ સાથે જોડાઈ રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી હતી.
અમદાવાદ- અષાઢી બીજેની રાહ જોવાઈ રહી હોય તેમ કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા શંકરસિહ વાઘેલાના પુત્ર, બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસની સાથેનો નાતો તોડ્યો છે. મહેન્દ્રસિંહ વાઘેલા વિધિવત ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઇ ગયાં હતા. રથયાત્રાની ધમધમાટી વચ્ચે જ્યાં શહેરમાં ભગવાન જગન્નાથજી રંગેચંગે શહેરનું પરિભ્રમણ કરી રહ્યાં છે ત્યારે જે તેમને પિતાના પગલે પક્ષાંતર કર્યું હતું. લાંબો સમય ચૂપકીદી રાખ્યાં બાદ ભાજપમાં જોડાયા હતા.
મહેન્દ્રસિંહ વાઘેલા લોકસભાની ગાંધીનગરની બેઠક પરથી ટિકિટ માંગી રહ્યાં હતા. શંકરસિંહે હજુ સુધી ભાજપમાં પ્રવેશ મેળવ્યો નથી, પરંતુ તેમના પુત્રએ ભાજપમાં પ્રવેશ મેળવી લેતા લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થવાની સંભાવના જોવાઈ રહી હતી. જેમાં હવે ભાજપને મોટો ફટકો પડ્યો છે.
સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયાએ થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી પક્ષઆંતર કરીને ભાજપમાં જોડાયા તેની સાથે જે તેઓ ચાર કલાકમાં કેબિનેટ પ્રધાન બની ગયા હતા. તેવી જ મહત્વકાંથા મહેન્દ્રસિંહને હતી.
મહેન્દ્રસિંહ બળવંતસિંહ રાજપૂતના વેવાઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં 2012 થી 2017 વચ્ચે ધારાસભ્ય રહ્યા હતા. 2017માં ચૂંટણી પહેલા પિતાને કારણે કારકિર્દી રોળાઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં બાયડથી ભાજપે મહેન્દ્રસિંહના વિશ્વાસુને ટિકિટ આપી હતી. તેમની સામે બાયડથી કોંગ્રેસના ધવલસિંહ ઝાલા ચૂંટણી જીતી ગયા હતા. હવે સત્તાવાર રીતે મહેન્દ્રસિંહ વાઘેલાની ભાજપમાં એન્ટ્રી થઈ હતી.
બાપુએ મહેન્દ્રસિંહના વિરોધનો કર્યો હતો, પિતા પુત્ર સામ સામે
તેઓ ભાજપમાં જોયાડા હતા ત્યારે શંકરસિંહે પુત્રના આ નિર્ણનો વિરોધ કર્યો હતો. જોકે,પુત્રને સાંસદ બનાવી ભાજપમાં ઠરીઠામ કરવા શંકરસિંહે પિતા-પુત્ર વચ્ચેનો સંઘર્ષનો દેખાડો કરી રાજકીય ડ્રામા શરુ કર્યો છે. ચોરને કહે ચોરી કર,ચોકીદારને કહે જાગતો રહે. મહેન્દ્રસિંહ વાઘેલાના ભાજપ પ્રવેશ પાછળ શંકરસિંહ વાઘેલાની આ રાજકીય ચાલ હતી. મહેન્દ્રસિંહની રાજકીય કારર્કિદીને બચાવવા બાપુએ જ ભાજપ સાથે રહી ખેલ પાડયો છે. ભાજપમાં પ્રવેશ કર્યા બાદ મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે,હુ સેવા કરવાની ભાવનાથી ભાજપમાં આવ્યો છું.