વિરોધ પક્ષના નેતા શંકરિસંહ લાઘેલાએ ભાજપના નેતાની સેક્સ સિડી નીતિન પટેલને પહોંચાડી હતી તે અંગે ભાજપે બે વર્ષ સુધી પગલાં ભર્યા નથી. 15 ફેબ્રુઆરી 2017માં તત્કાલીન ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સત્તાના નશામાં શબાબ અને કબાબના શોખીન એવા ભાજપના આગેવાનોએ ટૂરિઝમને નામે કચ્છને સેક્સનું હબ બનાવી દીધું છે, અગાઉ વિધાનસભામાં બ્લૂફિલ્મ જોતાં રંગે પકડાયેલા ગુજરાતના ભાજપ સરકારના મંત્રી સહિતના ડઝનબંધ મંત્રીઓ તથા આગેવાનો નલિયા સેક્સ કાંડમાં ખરડાયેલા છે, મારી પાસે એની સીડી છે, પણ હું કોઈના ચારિત્ર્યહનનમાં માનતો નથી એટલે નામો જાહેર કરતો નથી. આ સીડી તેમણે પછી થી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પહોંચાડી હતી. જે અંગે બે વર્ષ પછી પણ પગલાં ભરાયા નથી.
તે સમયે વિધાનસબામાં શંકરસિંહે કહ્યું હતું કે કચ્છ-નલિયા સેક્સકાંડમાં ભાજપના ચાલ, ચારિત્ર્ય સર્વોચ્ચ સ્થાને બેઠેલાની ચાલ, ચારિત્ર્ય અને વાંકોચૂકો ચહેરો કલંકથી ખરડાયેલા હોય અને જેમણે બહેન દીકરીઓની આબરૂ લેવામાં પાછી પાની ના કરી હોય, તેમના કુસંસ્કારો ભાજપના કાર્યકરો- આગેવાનોમાં ઊતરવા સ્વાભાવિક છે. એમાં ઘણી વખત આપણને એમ થાય કે, આ પાર્ટી બની જ ન હોત તો સારૂ હતું. જેના મૂળ આરએસએસ એના પ્રચારકોમાં, જેના મૂળ અપરણિત રહેવામાં અને દેશની સેવા કરવામાં એમને મળતા સંસ્કાર સત્તાના નશામાં સુંદરી અને સબાબ સાથે કબાબમાં કોઈ હડ્ડી ન બને તેની પૂરી ચિંતા, એ પાર્ટીએ બહેન દિકરીની આબરુ લૂંટવામાં એ પણ પક્ષના નામે સહેજ પણ મર્યાદા રાખી નથી.
વિધાનસભામાં શંકરસિંહે એવો પણ આક્ષેપ કર્યો કે, દેશના વડાપ્રધાન જ્યારે બીજા રાજ્યોમાં જઈ પોતાની હલકી કક્ષાની વાતો કરવાની માનસિક્તાથી એમ કહે કે ઉત્તર પ્રદેશમાં બહેન દીકરીઓ દિવસે પણ બહાર નીકળી શકતી નથી ત્યારે કહેવાનું મન થાય છે કે, તમે તો ગુજરાતને સેક્સકાંડ અને યૌન શોષણનું હબ બનાવી નંબર વન ઉપર મૂકી દીધું છે, દિવસ હોય કે રાત ગુજરાતમાં આજે બહેન દીકરીઓની કોઈ સલામતી રહી નથી, કચ્છને પર્યટન સ્થળ બનાવી તેમાં બંધાતા તંબૂઓ સેક્સ લીલા માટે તાણી બાંધ્યા હોય તેમ લાગે છે. કચ્છ-ભૂજની આર્કિટેક નિર્દોષ છોકરી પોતાની હવસલીલા સંતોષવા પાછલા દરવાજેથી લાવવામાં આવે, એની તબિયત ખરાબ હોય તોય ડોક્ટરને બોલાવવામાં ના આવે, એ તો માનવતાની હદ વટાવી કહેવાય. જે તે વખતના ગૃહમંત્રી જેમની જવાબદારી બહેન દીકરીની રક્ષા કરવાની હતી તેઓ જ પોલીસ ખાતા દ્વારા મહિલાની જાસૂસી કરાવે અને પાછા કહે કે ‘સાહેબ ઈચ્છે છે કે આ છોકરી કયાં જાય છે ? શું કરે છે ? તેની તમામ વિગતો મને મોકલતા રહેજો.’ આ સાહેબ એટલે કોણ ? આમ વાડ જ ચીભડાં ગળે કે રક્ષક ભક્ષક બને તેવી સ્થિતિ ગુજરાતમાં પેદા કરી છે, મને તો કહેતાંય શરમ આવે છે, આવા લોકોએ ડૂબી મરવું જોઈએ એને બદલે તેઓ ચારિત્ર્યની વાતો કરે છે, એમ શંકરસિંહે જણાવ્યું હતું. તેઓ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યાં હતા.
વધુમાં તેમણે ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં સખત શબ્દોમાં જણાવ્યું કે, સંસ્કારમાં બીજેપીના પિતામહ કહેવાય એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતીથિ હમણાં ગઈ પણ એમનાં ફોટા સાથે બહેનોનાં ફોટા મુકી જે આઈકાર્ડ બનાવ્યા તેનાં આધારે યૌનશોષણ, દૂષ્કર્મ આબરૂ લેવી જેવી પ્રવૃત્તિનું ગુજરાતમાં લાયસન્સ મળ્યું હોય તેવુ લાગે છે.
‘૮મીના ગળે I-કાર્ડ ભરાવવાના કાર્યક્રમમાં બહેનો ના જાય’
આઠમી માર્ચના વિશ્વ મહિલા દિને વડાપ્રધાન મોદીની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે મહિલા સરપંચ સંમેલનના નામે ગળામાં આઈકાર્ડ ભરાવવાના કાર્યક્રમથી બહેનો દૂર રહે, એવી હું બહેનોને અપીલ કરું છું, એમ ઉલ્લેખતાં શંકરસિંહે કહ્યું કે, નલિયામાં ૧૧મી ફેબ્રુઆરીએ ભારતીય જનસંઘના પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ આવી જ રીતે બહેનોના ગળામાં ઓળખપત્રો પહેરાવાયા હતા, જેઓ અત્યારે સમાજમાં મોં બતાવવાને લાયક રહ્યા નથી એટલે બહેનો ૮મી માર્ચના કાર્યક્રમમાં ના જાય, નહીં તો એમને આપઘાત કરવાનો કલંક્તિ થવાનો વારો આવશે.
‘ઉમા ભારતી આ ભાજપીયાઓની ચામડી ઉતારી મીઠું ભભરાવે’
શંકરસિંહે કહ્યું કે, ભાજપના ઉમા ભારતીએ હમણા યુપીમાં ચૂંટણી સભામાં એમ કહ્યું કે, બળાત્કારીઓની ચામડી ઉતારી લેવી જોઈએ, ત્યારે મારે એમને કહેવું છે કે સેક્સકાંડમાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોર સંડોવાયા હતા, ગુજરાતના ભાજપના મંત્રી ધારાસભ્ય વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોતાં પકડાયા હતા, એમના નામો નલિયાકાંડમાં ખૂલ્યાં છે, કેન્દ્રીય મંત્રી મેઘવાલ- દિલ્હી ભાજપના પ્રમુખ હર્ષવર્ધન, બીજાની પત્નીને પોતાની પત્ની બતાવનારા કબૂતરબાજીમાં પકડાયેલા ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારા, પાટણમાં પીટીસી કોલેજમાં બળાત્કાર કાંડ, માંડલના શિલા સોની બળાત્કાર અને ખૂનકાંડ, ફેસબુક એકાઉન્ટ ઉપર અશ્લીલ ફિલ્મો અપલોડ કરનારા સુરત ભાજપના પૂર્વ મેયર રાજુ દેસાઈ- ત્રિપુરાના ગવર્નર, સેક્સકાંડમાં માસ્ટર ડિગ્રી ધરાવતા એન.ડી. તિવારી. ઉમા ભારતી આ બધાની ચામડી ઉતારી મીઠું ભભરાવે.