શંકરસિંહ આવતાં જ NCPમાં આફત શરૂ

ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી જમીન માફિયાઓની સાથે રહીને જમીન પચાવી પાડવાની છેતરપીંડી કરવામાં જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માત્ર આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી દેતાં NCPના નેતા જયંતને બચાવી લેવા માટે સરકારના રાજકીય દબાણની શંકા પ્રબળ બની છે. કારણ કે 29 જાન્યુઆરી 2019માં શરદ પવાર અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ પક્ષાંતર માટે જાણીતા શંકરસિંહ વાઘેલાને NCPમાં આવવાની જાહેરાત અમદાવાદ હવાઈ મથક પાસેની પાંચતારક હોટેલમાં કરવાના છે ત્યારે જ ગુજરાત પ્રદેશ પ્રમુખ સામે માફિયાગીરીની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ તેમને બચાવવા મેદાન પડી હોવાથી રાજકીય દબાણ થતું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સિનાઇ ક્રેડિટ સોસાયટીના ચેરમેન રૂપેશ રાયે આણંદના લીમડાવાળા દવાખાનામાં આવેલા લાલ બંગલામાં પંખાના હુક સાથે દુપટ્ટો ભરાવીને ગળે ફાંસો ખાઇ લઇને આત્મહત્યા કરી લીધી છે. તેમની આત્મહત્યા નોંધમાં લખ્યું હતું કે તેમની આત્મહત્યા માટે જમીન માફિયાઓ અને તેમના મળતિયાઓ દ્વારા રૂ.2.38 કરોડની આંબાવાડિયા વાળી જમીન ખરીદીમાં છેતરપિંડી અને ઠગગીરી થઈ છે. જેમાં NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી , દેવાંગ ઉર્ફે દેવલો બ્રહ્મભટ્ટ, રાહુલ ભરવાડ, સંદિપ પરમાર, રાજ હિતેન્દ્રસિંહ, રાજેશ વાઘેલા જવાબદાર છે. આ માટે જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ આ કામ પુરું કરવા માટે જણાવ્યું હતું. જયંત બોસ્કીએ લખાવી લીધું હતું કે નાણાં પૂરા મળી ગયા છે. અડધાનાણાં મળ્યા હોવા છતાં પૂરેપૂરા નાણાં મળી ગયા હોવાની સહી કરાવી દેવામાં આવી હતી. અશોક પરમાર પાસેથી રૂ.4.95 કરોડમાં જમીન ખરીદ કરી હતી. રૂપેશભાઈએ રૂ.2 કરોડ ચૂકવીને દસ્તાવેજ કરી લેવા શરત મૂકી હતી. રૂ.2.38 કરોડ રાહુલ ભરવાડના હતા. જેને સ્વામી નિકેશ પટેલની હાજરીમાં ચૂકવી દીધા હોવા છતાં તે દસ્તાવેજ કરી આપતા ન હતા. તે જમીન બીજે વેચી દીધી હતી તેથી તેની પાસે સહી કરાવી લીધી હતી કે બધા નાણાં પરત મળી ગયા છે. તેમને અગાઉ આ માટે ધમકી આપી હતી. તેમ છતાં દરૂપેશ ટસના મસ થયા ન હતા. આ માટે જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ આ કામ પુરું કરવા માટે જણાવ્યું હતું. જયંત બોસ્કીએ લખાવી લીધું હતું કે નાણાં પૂરા મળી ગયા છે.