અધૂરી રહેલી રાજકીય મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે શંકરસિંહ વાઘેલા એનસીપી માં જોડાઈને તેમનું અને તેમના પુત્રનું રાજકીય કલ્યાણ કરવાનો નવો ડ્રામા શરૂ થાય તેવા સંકેતો વહેતા થયા છે.અને આ માટે જ ખુબ જ ટૂંકા સમયની અંદર ફાગવેલ થી રાજકીય મહત્વના નિર્ણયની જાહેરાત શંકર સિંહ કરશે તેમ મનાઈ રહ્યું છે.
રાજનીતિના ચાણક્ય મનાતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડયા બાદ નવું સંગઠન બનાવી સમર્થકોના પ્રતિભાવ જાણવા માટે ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહાસંમેલન( શક્તિ પ્રદર્શન) આયોજિત કર્યું હતું. જેમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તે સમયે પ્રજા મારી હાઈ કમાન્ડ છે .તેવા ઉલ્લેખ સાથે બાપુએ કોંગ્રેસની કથની ઉપસ્થિત જનમેદની સમક્ષ વ્યક્ત કરી હતી. ત્યારે તે સમયે બાપુના આ શક્તિ પ્રદર્શનથી રાજકીય ગરમાવો વધી ગયો હતો.
જોકે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા ફાગવેલ થી એનસીપીના જોડાણની અથવા રાજકીય જાહેરાત કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. તો બીજી તરફ રાજકીય
નિરીક્ષકોના મત મુજબ એમ પણ મનાઈ રહ્યું છે. કે શંકરસિંહ વાઘેલા એ જ્યારથી કોંગ્રેસ માં જોડાયા ત્યારથી જ ભાજપને સીધો ફાયદો થાય તેવા પગલાઓ અત્યાર સુધી લઈ ચૂક્યાં છે .ત્યારે શંકરસિંહ વાઘેલા જો કદાચ એનસીપીમાં જોડાવાની જાહેરાત કરશે. તો તેનો સીધો ફાયદો ભાજપને થશે .તેમ રાજકીય નિરીક્ષકોનો માનવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા .અને કેટલાક દિવસ પહેલા તેમણે ભાજપને પણ રામરામ કરી દીધા છે .કારણકે મહેન્દ્ર સિંહ ના આ પગલાથી બાપુ નારાજ બન્યા હતા.
જો કે આ ઘટનાક્રમ બાદ પણ શંકર સિંહે તેમના સમર્થકોનો વ્યૂહ જાણવા વસંતવગડે છાશવારે બેઠકો કરી. રાજકીય જીવન યથાવત રાખવા પ્રયત્નો કરતાં આવ્યા છે. પરંતુ હવે ફરીથી તેઓ શક્તિ પ્રદર્શન કરી રાજકીય પક્ષો ને શુ મેસેજ આપવા માંગે છે.તે યક્ષ પ્રશ્ન છે . જોકે એકવાત તો નિશ્ચિત છેકે .વારે ઘડીએ વિવિધ પ્રકારના આયોજનો (નાટકો) કરવા ટેવાયેલા બાપુ હવે ફાગવેલ થી ક્યાં મુદ્દે રાણશીંગુ ફૂંકશે તે જોવું રહ્યું….