નેશનલ કોંગ્રેસ પક્ષ(NCP)ના નેતા શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના ગાંધીનગર બેઠક પરના ઉમેદવાર સી જે ચાવડાને પોતાનું સમર્થન આપ્યું છે. શંકરસિંહ વાઘેલા સી.જે.ચાવડાની સાણંદની સભામાં હાજરી આપવાના છે. સી.જે.ચાવડાને શંકરસિંહ વાઘેલાના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. ગાંધીનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના જ અધ્યક્ષ અમિત શાહને ઉભા રાખ્યા છે, ત્યારે NCPનું કોંગ્રેસને સમર્થન મળતા મતોની વહેચણી અટકશે, જેનો સીધો ફાયદો કોંગ્રેસ પાર્ટીને થશે.
2019ની લોકસભાની ચૂંટણીમાં શંકરસિંહ ગુપ્ત વાસમાં જતા રહ્યાં છે. તેમના જાણીતા રાજકીય ઉઘામાં ક્યાંય જોવા મળ્યા નથી. તેમને એનસીપીએ ચૂંટણી લડવા માટે ગુજરાતમાં ક્યાંય મંજૂરી આપી નથી. તેઓ શા માટે મૌન બની ગયા છે તે પણ એક પ્રશ્ન છે. શંકરસિંહ વાઘેલા જ એક એવા રાજકીય વ્યક્તિ છે કે જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ અમિત શાહ ડરે છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને રાજ્ય સભાની ચૂંટણીમાં અહેમદ પટેલને દગો દીધા બાદ તેમની રાજકીય વિશ્વસનિયતા સાવ ગુમાવી દીધી છે. લોકો હવે તેમની સાથે નથી, ભાજપ તેમની સાથે હતો તે પણ હવે નથી. છતાં તેઓ મૌન કેમ બની ગયા છે તે એક મોટો પ્રશ્ન છે. શું તેઓ હતાશા અનુભવી રહ્યાં છે કે દિલ્હીના ભાજપના નેતાના ઈશારે મૌન બની ગયા છે ?
ગુજરાતની ચૂંટણીમાં આ પહેલો એવો પ્રસંગ છે કે જેમાં શંકરસિંહ વાધેલા પોતે ક્યાંય ચિત્રમાં નથી. છેલ્લાં 45 વર્ષથી ગુજરાતના રાજકારણમાં સક્રિય રહેલાં વાઘેલા લોકસભાની ચૂંટણીમાં પોતાની કોઈ ભૂમિકા ભજવી નથી. તેઓ કોઈકના પ્રચાર માટે કામ કરે છે. વ્યક્તિગત રીતે તેઓ ઉમેદવારોને ટેકો આપી રહ્યાં છે. એન.સી.પી. તરફથી તેઓ કોઈને ટેકો આપતાં નથી. વળી, તેઓ કોઈ પક્ષનો પ્રચાર કરવાના બદલે ખેડાના કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ અને ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાના પ્રચારમાં મદદ કરી રહ્યાં છે.
આમ આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં શંકરસિંહ વાઘેલાની રાજરીય ભૂમિકા નથી. હવે તેઓ ગુજરાતમાં રાજકીય રીતે ખતમ થઈ ગયા છે. તેમની સાથે પોતાના પૂત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકીર્દી ખતમ કરી ચૂક્યા છે.
4 ઓગષ્ટ 2016માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શંકરસિંહ વાઘેલા સામે મની લોન્ડિંરગ કેસ દાખલ કર્યા બાદ તેઓના ખભે ભાજપના બે નેતાઓ બંદૂક મૂકીને કામ કઢાવતાં રહ્યાં છે.
મુંબઈમાં નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (એનટીસી)ની જમીનના વેચાણના સંબંધમાં મની લોન્ડિંરગના આરોપો તેમના પર મૂકવામાં આવ્યા હતા. સીબીઆઈએ તેમના પર દરોડા પાડ્યા હતા.
જમીન વેચાણના કારણે તિજોરીને રૂ.709 કરોડનું નુકસાન થયું હતું. મુંબઈના અપમાર્કેટ વર્લી વિસ્તારમાં એનટીસીની જમીન રૂ.29.35 કરોડની કિંમતમાં કોલકાતા સ્થિત એક ખાનગી કંપનીને વેચી મારી હતી. એ વખતે શંકરસિંહ વાઘેલા કેન્દ્ર સરકારમાં કાપડ પ્રધાન હતા. સીબીઆઈએ 2015માં ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને અન્યોના નામ એફઆઈઆરમાં આવ્યા બાદ પુછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ખોટી રીતે જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી. યુપીએના શાસન દરમિયાન વાઘેલાએ તેમના મંત્રાલયના અધિકારીઓની ભલામણને ફગાવી દીધી હતી અને સુચન કર્યું હતું કે, એનટીસીના મામલે નવેસરથી વિચારણા થવી જોઇએ.
શંકરસિંહે જણાવ્યું હતું કે, આ રાજકીય કાવતરા હેઠળ થયું છે. કેન્દ્ર સરકારના દબાણના કારણે ઈડીએ મારી સામે કેસ કર્યો હતો. ત્યાર બાદ વાઘેલા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ખતમ કરવા બહાર પડ્યા હતા. અહેમદ પટેલને મત આપ્યો ન હતો. તેઓ વિરોધ પક્ષના નેતા હોવા છતાં કોંગ્રેસને પરેશાન કરી હતી. જે રીતે હાલ અલ્પેશ ઠાકોર કરી રહ્યો છે. આમ શંહકરસિંહ હવે રાજકીય નહોર ગુમવી ચૂકેલા પાંજરાના સિંહ બની ગયા છે.