એક સમયે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંરકસિંહ વાઘેલા ગુજરાતમાં લોકપ્રિય હતા. પણ તેમણે જ્યારથી ભાજપ પક્ષ દગાથી છોડ્યો ત્યારથી તેમની લોકપ્રિયતા ઘટતી રહી છે. જે દરેક વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે છે. તેમાંએ તેઓ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા ત્યારે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે ત્યારથી લોકપ્રિયતા સાવ તળિયે ગઈ છે. લોકોને હવે બાપુ પર ભરોશો રહ્યો નથી. તેમની સાથે હવે કેટલાં લોકો છે તે તેમના જન્મ દિવસે સોશીયાલ મિડિયામાં અભિનંદન અને રિસ્પોન્સ મળેલો છે તે પરથી કહી શકાય છે. બાજુએ અત્યાર સુધીમાં 1300 જેટલાં ટ્વિટ્સ કરેલાં છે તેમાં જબ્બર રિસ્પોન્સ મળતો હતો. કારણ કે તેમના 52 હજાર જેટલાં ફોલોઅર્સ છે. પણ ગઈ કાલે તેમનો જન્મ દિન હતો તેમાં બહુ ઓછા લોકો એટલે કે 24 લોકોએ લાઈક કરી હતી. અને માત્ર પાંચ લોકોએ રિટ્વીટ કર્યું છે, કે ટ્વિટર પર અભિનંદન આપ્યા છે. તેમનો વસંત વગડો હવે સાવ સુનો થઈ ગયો છે. તેઓ હમણાં જ દિલ્હીમાં કેટલાંક નેતાઓને મળી આવ્યા છે. પણ હવે દેશના રાજનેતાઓ પણ તેમને ઓળખી ગયા છે. જેવું ભાજપ, કોંગ્રેસ અને રાજપા સાથે કર્યું તેવું ફરીથી બળવો કરશે એવું હવે દરેક રાજકીય પક્ષ માની રહ્યાં છે. આમ તો તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના કેટલાંક નેતાઓને મળવા ગયા હતા. પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપની મદદ માટે ઊભો કરેલા મોરચામાં એક પણ પક્ષ જોડાયા ન હતા. તેમની આ છેલ્લી રાજકીય ચાલ સાવ નિષ્ફળ રહી હતી. આમ તેમનામાં હવે કોઈ રાજકીય પક્ષને ભરોસો રહ્યો નથી. લોકોને પણ ભરોસો રહ્યો નથી. જ્યારે તેઓ કોંગ્રેસ છોડવાના હતા ત્યારે તેમના નિવાસ સ્થાને તેમને મનાવવા માટે ગયેલા કેટલાંક બુદ્ધિ જીવીઓમાંથી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ મારા બન્ને ખભે બંદૂક મૂકી છે. હું શું કરું ? તેમની પણ રાજકીય હત્યા ભાજપના નેતાઓએ કરી છે. જે રીતે અગાઉના નેતાઓની થઈ છે તેમના ફોલોઅર્સમાં અશોક ગેહલોત પણ છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી પણ છે. તેઓ પણ હવે શંકરસિંહને ગણકારતાં નથી.