શક્તિસિંહે રાજીનામું આપ્યું પણ જાહેરમાં પ્રભારી ગણાવીને નાટક કરી રહ્યાં છે

કોંગ્રેસમાં રાજીનામાના વાવાઝોડાની મોસમ ચાલી રહી છે. ગુજરાતના કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે લોકસભા ચૂંટણીમાં બિહારમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈને બિહારના પ્રભારી પદેથી હાઈકમાન્ડને રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા છે. હજુ હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારાયું ન હોય એવું ચર્ચાઈ રહ્યું છે. પદ પરથી રાજીનામું આપી દીધું જે આંખો અને મનને ધોકો આપવા બરાબર છે. તેમના ટ્વીટર એકાઉન્ટ પર હાલ તેઓ ખુદને બિહાર કોંગ્રેસના પ્રભારી જ જણાવી રહ્યા છે.

ગુજરાતના કોંગ્રેસના વર્તુળો કહે છે કે શક્તિસિંહ હવે બિહાર પાછા નહીં આવે. જેની સામે શક્તિસિંહનું ટ્વીટર એકાઉન્ટ કંઈક જુદી જ વાત જણાવી રહ્યું છે. ટ્વીટર પર ગોહિલ હજુ પણ બિહાર કોંગ્રેસના પ્રભારી છે.

બિહાર કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસની જેમ માને છે કે, કોઈના રાજીનામાથી પક્ષના પરાજયનો ઉકેલ આવવાનો નથી. ગુજરાતના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલનું રાજીનામું નહીં સ્વીકારવાનો પણ મોવડી મંડળે  અનુરોધ કરાયો છે.

બિહારમાં પહેલેથી જ શક્તિસિંહ નિષ્ફળ રહ્યાં છે. તેમણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે હાર ખમવી પડી છે. ખરેખર તો શક્તિસિંહે રાજીનામાનું નાટક કર્યા વગર રાજીનામા માટે મકકમ રહેવું જોઈએ.