શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

દાહ – બળતરા મટે છે

મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની – છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિયાંની બળતરા મટે છે. વાઢિયા પણ મટે. પાણીમાં લીંબુનો રસ નાખી, તેમાં સાકર અથવા ગોળ મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે. નરણા કોઠે સવારે મધ ઠંડા પાણીમાં પીવો. કુંવારપાઠાનો રસ, જવારાનો રસ, મોળું દહીં, મોળી છાશ ગમે તે એક નિયમિત લેવાથી દાહ મટે. લીલાં શાકભાજીના રસ પીવો, દૂધી, કાકડી, સરગવો વધુ અસરકારક છે. ગોળ એટલે રસાયણ વગરનો શુદ્ધ દેશી ગોળ સમજવો, બજારુ સફેદ ગોળ નહીં.