શિક્ષકોએ ચારિત્ર્યનું પ્રમાણપત્ર કોર્પોરેટરો અને પોલીસ પાસેથી લેવું પડશે

શિક્ષકો માટે એક નવી જ પરેશાની સામે આવી છે જિલ્લાના શિક્ષકોએ હવે પોલીસ વેરિફિકેશન કરીને શિક્ષણ તંત્ર સમક્ષ પોતે કોઈ ગુનામાં સંડોવાયેલા નથી એના પોલીસ સ્ટેશન ના લેખિત દાખલ રજુ કરવા પડશે
એક તરફ રાજ્યના શિક્ષકો એક પછી એક જુદી જુદી પળોજણ માં ભરાતા જતા હોય છે અને જેને લઇને અનેક વિવાદો સામે આવતા હોય છે ત્યારે શિક્ષણ તંત્ર આ વિવાદો માંડ માંડ સમાવતું હોય ત્યાં બીજા અન્ય વિવાદો સામે આવતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો માટે એક નવી જ પળોજણ સામે આવી છે જેમાં શિક્ષકોએ હવે પોતે કોઈ ગુનામાં સંડોવાયેલા નથી અને પોતાનું ચારિત્ર એ એકદમ સ્વચ્છ છે અને કોઈ ગુન્હા માંસંડોવાયેલ નથી  તે પ્રકારનું પોલીસ વિભાગ નું પ્રમાણપત્ર શિક્ષણ વિભાગને આપવાની નોબત આવી છે અત્યાર સુધી શિક્ષકોએ પોતાની ફરજ બજાવી ત્યારે પોતાના ચારિત્ર્યને લઈને જાણે કે પોતાના ગામમાં અને શહેરમાં એક માન અને મોભો શિક્ષક તરીકે ધરાવતા હતા પરંતુ હવે આ મોભાદાર શિક્ષકે જ  પોતાના સર્ટિફિકેટ  શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કરવા પડશે તો બીજી તરફ શિક્ષકોએ સોગંદનામું પણ આ બાબતનો રજૂ કરીને આપવું પડશે પરંતુ હાલ તો શિક્ષકો નજીકના પોલીસ મથકે પોતાના ચારિત્રના સર્ટિફિકેટ લેવા માટે અને કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે પ્રકારના દાખલા મેળવવા માટે પોલીસ મથકના ધક્કો ખાવાની નોબત આવી છે સાબરકાંઠા જિલ્લાની અંદર અંદાજે આઠ હજાર જેટલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો છે આ ઉપરાંત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ છે.આ પોલીસ મથકે પણ શિક્ષકોની ભીડ જામેલી જોવા મળતી હોય છે
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પ્રકારના ચારિત્ર્યના પ્રમાણપત્ર મેળવવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેની સાથે સાબરકાંઠા જીલ્લાની અંદર આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવા ને લઈને શિક્ષકોમાં કચવાટ પેદા થયો છે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી નું વાત માનીએ તો તેઓ 2017 થી આ નિયમ રાજ્યના શિક્ષણ નિયામકે એક પરિપત્ર મારફતે બહાર પાડ્યું હોવાને લઈને આ પ્રક્રિયા હાથ ધરી હોવાનું શરૂ કર્યું છે આ ઉપરાંત આવનારા દિવસોમાં શિક્ષકોને મનોવૈજ્ઞાનિક રીતે પણ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તે પ્રકારની નવી પળોજણ ની પ્રક્રિયા માંથી શિક્ષકોએ પસાર થવું પડશે અને આ પ્રક્રિયા કેવી હશે તે પણ જોકે શિક્ષકો હજુ મુંઝવણમાં છે જોકે સાબરકાંઠા શિક્ષણ વિભાગ આ બાબતે મક્કમ છે કે શિક્ષકોએ આ પ્રકારના પ્રમાણપત્રો પોતાની શાળામાં અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કરવા પડશે જે રીતે બાળકો સાથે તથા ગુંડાઓને લઈને સમાજની અંદર જે સ્થિતિ ઉભી થતી હોય છે તેને નિવારવા માટે થઈને આ પ્રકારના પ્રમાણપત્રો શિક્ષકોએ રજુ કરવાના છે તેવું શિક્ષણ વિભાગનું માનવું છે જોકે આ બાબતે સ્થાનિક પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને આ પ્રકારે શિક્ષકોને પરેશાનિઓ ઉભી કરવાની આ પરિસ્થિતિનો બદલે નિવારવા માટે ની રજૂઆત કરવામાં આવશે
આમ તો સમાજમાં સારી કેળવણી આપીને સારી કેળવણી આપીને શિક્ષકો આમ તો સમાજમાં મોભાદાર વ્યક્તિઓ અને કેળવણી ધરાવતા વ્યક્તિઓ આપતા હોય છે પરંતુ હવે ખુદ શિક્ષક હોય જ પોતાનું માન મોભો અને ચારિત્ર્ય પ્રમાણપત્ર રજુ કરવાની નોબત આવી છે આ કમનસીબી શિક્ષકો માટે જાણે કે હાલ તો પોતાનું મોરલ ડાઉન કરે તેવી પરિસ્થિતિ સર્જી રહી છે