શિક્ષકો જ ઠોઠ તો વિદ્યાર્થીઓ હોંશિયાર કેમ બની

પ્રાથમિક શાળામાં શિક્ષક જે ભણાવતાં હોય તે તેમને બધું જ એટલે કે 100% ટકા આવડતું હોવું જોઈએ. તો જ તે સાચા શિક્ષણ ગણી શકાય છે. પરંતુ ગુજરાતમાં જ્યારથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઓછા પગારથી રાખવાનું શરૂ કરતાં અને છેલ્લાં 22 વર્ષથી ભાજપની સરકારોમાં શિક્ષણનું સ્તર નીચે આવતાં 22 વર્ષના સમયમાં તૈયાર થયેલાં 100 ટકા શિક્ષકોને તેને ભણાવવાની વિગતો 100 ટકા આવડતી નથી.

વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા રાજ્યમાં ચાલી રહેલા વિદ્યા મિશનમાં છોટાઉદેપુર જિલ્લામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અહીં વિદ્યાર્થીઓને ભણાવતાં શિક્ષકો ની જ ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. શિક્ષણાધિકારી દ્વારા લેવાયેલી કસોટીમાં પોતાના વિષય વસ્તુમાં જ શિક્ષકોનું પરિણામ નબળું આવ્યું છે. વિદ્યાર્થીઓ ને જે શીખવવાનું છે તે શિક્ષકોને જ આવડતું નથી તો કેવી રીતે ભણશે ગુજરાત ??

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાલીમ અર્થે આવેલા 1 થી 5 ધોરણના 300 શિક્ષકોને અચાનક તેમના દ્વારા જ ભણાવવામાં આવતા વિષય વસ્તુ વિશે પરીક્ષા લીધી હતી. 50 ગુણ ની પરીક્ષામાં 300 માંથી 90 જેટલા શિક્ષકો નાપાસ થયા હતા. વળી 10 જેટલા જ શિક્ષકો 80 ટકા ગુણ મેળવી શક્યા હતા. જેમાં 50માંથી 50 ગુણ મેળવેલાં હોય એવા શિક્ષકો કોઈ જ ન હતા.

શિક્ષકો માં જ વિદ્યાર્થીઓ ને ભણાવવાના વિષયના જ્ઞાનનો અભાવ હોય તો તેઓ બાળકો ને શું શિક્ષણ આપતા હશે તે સમજી શકાય છે. કથળેલા શિક્ષણના આ કિસ્સાથી સરકારના વિદ્યા મિશનને વિદ્યાર્થીઓ પહેલા છોટાઉદેપુરનાં શિક્ષકોને જરૂર હોય તેમ લાગી રહ્યું છે. જો કે શિક્ષણાધિકારીએ કરેલી કામગારીએ આ વિગતો બહાર લાવી છે. પણ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તો આ વિગતો પહેલેથી જ છુપાવતાં આવ્યા છે.

વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરને સુધારવાના હેતુથી તાજેતરમાં સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વિદ્યા મિશન ચલાવવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8 ના નબળા વિદ્યાર્થીઓમાં લેખન વાંચન અને ગણનની ગુણવત્તા વધારવા માટે મિશન વિદ્યા હાથ ધરાયું હતું. છોટાઉદેપુર તાલુકાના વિધ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકો જ પોતાના વિષય વસ્તુ ની પરીક્ષામાં નાપાસ થતા શિક્ષકોના શિક્ષણ કાર્યો સામે અનેક સવાલો ઉભા થયા છે. કુવામાં પાણી ન હોય તો મોટરમાં પાણી ન આવે એવી કહેવત અહીં સાચી પડી છે. પણ તેના માટે તો ભાજપ સરકાર જ જવાબદાર છે. કારણ કે છેલ્લાં 20 વર્ષમાં જ આ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. 22 વર્ષથી તો ભાજપની સરકાર છે.