ગુજરાતમાં શિક્ષકો તૈયાર કરતી કોલેજોની માઠી દશા બેઠી છે. રાજ્ય સરકારે જ્યારથી શિક્ષકોનું આર્થિક શોષણ શરૂ કર્યું છે ત્યારથી આજના યુવકો અને યુવતીઓ પીટીસી કોલેજમાં પ્રવેશ લેવાનું માંડી વાળી રહ્યાં છે. આ વર્ષે ડાયેટની એક અને ગ્રાન્ટેડની એક કોલેજ બંધ થઈ થઈ ગઈ છે. પહેલાં ડાયેટની 26 કોલેજ હતી જે આ વર્ષે સાવ ઘટીને 12 થઈ. જ્યારે સરકારી કોલેજો 8 હતી જે ઘટીને 4 થઈ ગઈ છે. ગ્રાન્ટેડ કોલેજો 43 હતી તે ઘટીને 35 થઈ ગઈ છે. પીટીસીમાં ગયા વર્ષે ડાયટની 13, સરકારી 4, ગ્રાન્ટેડ 35 અને સ્વનિર્ભર 49 સહિત કૂલ 101 કોલેજો હતી. 101 કોલેજોમાં બેઠકો 6200 બેઠકો હતી. જેમાં આ વર્ષે વધારો થતા બેઠકો 6900 થઈ છે. જો કે ગ્રાન્ટેડ અને સરકારી કોલેજો ઘટી રહી છે પરંતુ ખાનગી કોલેજો વધી રહી છે. આ વર્ષે ડાયેટની13 માંથી ઘટીને 12 કોલેજો, સરકારી 4, ગ્રાન્ટેડ 34 અને ખાનગી 63 કોલેજો છે. આમ સરકાર પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેતી હોવાથી શિક્ષકો તૈયાર કરતી તાલીમી સંસ્થા દ્વારા બહુ ધ્યાન આપવામાં આવતું નથી. તેમની પાસે ફેકલ્ટી પણ હોતી નથી.
ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પીટીસી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ રહી છે. જેમાં આ વર્ષે ખાનગી કોલેજો વધતા 6900 બેઠકો છે અને જેની સામે 3612 જ ફોર્મ ભરાયા છે. પીટીસીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો બંધ થઈ રહી છે પરંતુ ખાનગી કોલેજોમાં સંખ્યા ન ભરાતી હોવા છતાં કેમ ચાલુ રખાય છે. મોટી રકમ પડાવવામાં આવી રહી છે. આ વર્ષે પણ બેઠકો કરતા માંડ 50 ટકા ફોર્મ ભરાયા છે. 6900 બેઠકો સામે 3612 અરજી આવી છે. અરજી કરવાની પ્રક્રિયા બાદ આજથી રૃબરૃ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરુ થઈ છે. જે 11 જુલાઈ સુધી ચાલશે. મહત્વનું છે કે રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી કોલેજો બંધ થઈ રહી છે પરંતુ ખાનગી કોલેજો વધી રહી છે અને ઘણી ખાનગી કોલેજોમાં તો વિદ્યાર્થી જ નથી કે આવે તેમ પણ નથી છતા કોલેજો ચાલુ રખવામાં આવી રહી છે. પ્રવેશ યાદીમાં સ્વનિર્ભર ની 63 કોલેજો છે પરંતુ તેની 3150 બેઠકોમાંથી માંડ 500 જ ભરાતી હોય છે. મોટા ભાગની કોલેજો ચાલુ રહે તે માટે પ્રવેશ યાદીમાં નામ ઉમેરાય છે અને ચાલુ રખાય છે. તેમને ઊંચી ફી અને ડોનેશન આપવામાં આવે છે.