શિક્ષક ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલે ૧૧ મા અને ૧૨ મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એમણે અનેક સોફટ્વેર તૈયાર કર્યા છે. ૨૦૦૯ થી શરૂ કરેલા એમના બ્લોગ “શિક્ષણ સરોવર” નો અનેક વિદ્યાર્થીઓ લાભ લે છે.
માત્ર વિદ્યાર્થીઓને જ નહિં, શિક્ષકોને પણ એમણે અનેક ક્ષેત્રોમાં તાલીમ આપી છે, જેવા કે ચૂંટણીમાં અધિકારી તરીકે કામ કરવાની તાલીમ, વસ્તી ગણત્રી કરવાની તાલીમ, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની તાલીમ વગેરે વગેરે.
કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફટ્વેર એમણે તૈયાર કર્યા છે. એમના લેખનના શોખના પરિણામે એમના ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે, શબ્દનો પડછાયો ( કાવ્યસંગ્રહ ), શબ્દના શિખરો (કાવ્યસંગ્રહ), મારા શિક્ષણાનુંભવોની યાત્રા (શિક્ષણની સમસ્યા ઉકેલ પર લેખો ), શિક્ષણ સરોવર ( કાવ્યસંગ્રહ ). એમના કેટલાક કાવ્યો બદલ ગુજરાતના આગળ પડતા નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.
શ્રી કિશોરભાઈને અત્યાર સુધીમાં મળેલા સન્માનોની યાદી પણ જોવા જેવી છે. જ્યારે M.Ed. મા ઉત્તિર્ણ થઈ સુવાર્ણ ચંદ્રક મેળવ્યો ત્યારે ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારી અને મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમનું સન્માન થયું. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષક મળ્યું ત્યારે તે સમયના ગવર્નર શ્રી નવલકિશોર શર્માના હાથે, અને શિક્ષામંત્રી શ્રીમતિ આનંદીબહેન પટેલના હાથે તેમનું સન્માન થયું. સુરત શહેરના વિકાસ માટે તેમના લેખને પ્રથમ સ્થાન આપી મેયર શ્રી ભીખાભાઈ બોઘરાના હાથે અહે કમિશ્નર શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રના હાથે તેમનું સન્માન થયું. પર્યાવરણ બચાવો વિષય પર લખેલા તેમના કાવ્ય માટે મેયર શ્રીમતિ સુષ્માબેન અગ્રવાલના હાથે સન્માન થયું.
-પી. કે. દાવડા