શિક્ષક પરીક્ષા પેપર લીકમાં ખેડાના શિક્ષણ માફિયાની સંડોવળી

ગુજરાત રાજ્ય સરકારમાં શિક્ષકોની ભરતી માટે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો બહાર આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ તપાસ કરાઈ નથી. ૨૯ જુલાઇ ૨૦૧૮ના રોજ માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટે યોગ્યતા કસોટી લેવાઈ હતી. જેમાં અરવલ્લીના શિક્ષક અને અન્ય બે વ્યકિતઓ સાથે મળી અને આ કૌભાંડમાં ખેડા જિલ્લા શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ માફિયાઓ પણ સંડોવાયા હોવાની વિગતો બહાર આવી છે. પરીક્ષાની આગલી રાત્રે અમદાવાદાના કોબા નજીક એક હોટલમાં પરિક્ષાર્થી દીઠ રૂા. ૫થી ૭ લાખ લેવાયા હોવાના અને પેપર સોલ કરવામાં આવ્યા હતા.

સોશિયલ મિડીયામાં પણ વિડીયો વાયરલ થયો હતો. જેથી અરવલ્લી જિલ્લાના શિક્ષક સંડોવાયેલાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ધનસુરા ખાતે આવેલી હાઇસ્કૂલના શિક્ષકને આ કૌભાંડ અંગે પોતે નિર્પુદોશ હોવાનું સત્તાવાળાઓને કહી રહ્યા છે. આ પ્રકરણની તટસ્થ તપાસ શિક્ષણ બોર્ડ કરાવે તો હકીકત બહાર આવવાની શક્યતા છે.