અમદાવાદનાં મણિનગર, ઈસનપુર, જીવરાજપાર્ક તેમ જ પૂર્વ વિસ્તારમાં ઘણી શાળાઓ છે જે કોમર્શિયલ કોમ્પેલેક્ષમાં ચાલે છે અને શિક્ષણ વિભાગનાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટીને લઈને એક ઝૂંબેશ ચલાવવામાં આવી અને ખાનગી ક્લાસીસ પર તવાઈ લાવવામાં આવી અને તેઓને ફરજિયાત ફાયર સેફ્ટીનાં સાધનો લગાવાયા બાદ જ ક્લાસીસ શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. જોકે, આ ઝૂંબેશ એક માત્ર નાટક હોવાનું લોકો માની રહ્યાં છે. શિક્ષકના વેપારમાં સુરત પ્રથમ નંબર પર છે. 50% કરતા પણ વધારે નફો રળે છે શાળાઓ યુનિફોર્મ, સ્ટેશનરી મા કરોડો નું માર્જીન વેપાર ઘંઘાને શરમાવે છે સ્કુલો ની કમાણી છે.
કોઈ એક શાળાની ફી રૂ.૫૦ હજાર હોય અને એ શાળાનો પડતર ખર્ચ રૂ. ૪૦ હજાર હોય તો બાકી રહેતી રૂ. ૧૦ હજારની રકમ એ નફો નથી, પણ શાળાના ડેવલપમેન્ટ માટેની રકમ છે, એવી સંચાલકોની દલીલ છે. સુપ્રીમ કોર્ટ આ બાબતે કહે છે કે, ડેવલપમેન્ટ માટેનું આ સરપ્લસ ફંડ કેટલું હોવું જોઈએ તે પક્ષકારો સાથે બેસીને નક્કી કરે. સૂત્રો કહે છે કે, સરપ્લસ ફંડના નામે નફાખોરી અંગે પહેલેથી જ વિવાદ છે.