શિક્ષણના વ્યાપાર માટે વાલીઓ જવાબદાર

અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષીસમાં ચાલી રહેલી શાળાઓની માન્યતા તેમ જ અન્ય પરવાનગીઓની ચકાસણી કર્યા વગર વાલીઓ પોતાનાં બાળકોને આવી શાળાઓમાં અભ્યાસ માટે મૂકતાં હોય છે ત્યારે વાલીઓ પણ આવી શાળાઓને પ્રોત્સાહન આપી રહ્યાં હોય એવું કહીએ તો અતિશયોક્તિ નથી.
નિલકંઠ સ્કૂલની માન્યતા રદ્દ કરવાની ભલામણ બાદ સ્કૂલ બંધ થતા તેના વિદ્યાર્થીઓને નજીકની અન્ય સ્કૂલોમાં બદલી અપાશે. આ પહેલા સ્કૂલને પણ પોતાની વાત કહેવાનો મોકો આપવામાં હતો, પરંતુ સ્કૂલ તરફથી કોઇ સંતોષકારક જવાબ રજૂ કરાયો નહોતો એવું ગ્રામ્ય ડીઈઓ  આર.આર. વ્યાસનું કહેવું છે.