શિવ પાર્વતીના ઈશ્વર વિવાહ નવરાત્રીએ રાસ ગરબા વચ્ચે થાય છે

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે દાયકાઓથી નવરાત્રી મહોત્સવ દરમ્યાન ઈશ્વર વિવાહ રાસ લેવાની પરંપરા છે, તો તેની બાજુના ગામમાં સમાજ સુધારણા માટે પણ નવરાત્રી વખથે કાર્યક્રમ રાખવામાં આવે છે. આ લગ્ન શિવ અને પાર્વતી માટે થાય છે. એક કાવ્યને સ્વર આપીને તેને રજૂ કરવામાં આવે છે.

અનોખા એવા ઈશ્વર વિવાહ રાસ સાડા ત્રણ કલાક સુધી ચાલે છે. એક તરફ ઈશ્વર વિવાહ ગાનને વાંજીત્રોના  સુરતાલ સાથે ગાયકો અને ખેલૈયાઓ ગીતને ઝીલતા હોય છે. લયબધ્ધ સુરતાલ સાથે લેવાતા આ રાસમાં  ગ્રામજનો ગોળ રાસ લે છે.

વર્ષો પૂર્વેથી ચાર દિવસ ઈશ્વર વિવાહ મહાદેવજીના સગપણનું માગું લઈ દક્ષ પ્રજાપતિના દરબારમાં જતાં નારદજી, ભવાની, પાર્વજીના મહાદેવજી સાથેની સગાઈ હોય છે. બાદ શિવ વિવાહનુ આયોજન તેમાં આવે છે. લગ્નનું નિમંત્રણ આપી લગ્નની તૈયારીઓ, જાનૈયાઓ સહીત વિવિધ મહત્વ સાથે મહાદેવજીના લગ્ન  થાય છે. કન્યા વિદાયથી લઈ શિવ પાર્વતીના લગ્ન પ્રસંગને શબ્દ દેહ આપનાર પંડીત દેવીદાનજી રચીત ઈશ્વર વિવાહ માહત્મય મહા કાવ્યને રાજાશાહી સમયથી ઉજવતા આ ઈશ્વર વિવાહ લોકો માટે મહત્વ ધરાવે છે.

નાના એવા દહીસરા ગામનાં મોમાઈ ગરબી મંડલ દવારા મોમાઈ માતાજી, રાધાક્રીષ્ન મંદીર પાસે પરંપરાગત રીતે પ્રતિવર્ષ ભકિત અને શકિતનાં મહાપર્વને ઈશ્વર વિવાહ મોડી રાત્રી સુધી ચાલે છે. લગ્ન માણવા માટે મોરબી, માલીયા સહિત બહારના લોકો અહીં મોટી સંખ્યામા ઈશ્વરવિવાહ રાસોત્સવમાં જેાડાય છે.

મોરબી જીલ્લામા નાની વાવડી રોડ પર આવેલી સરદાર નગર સોસાયટી-3માં નવરાત્રીમાં છઠ્ઠા નોરતે મોરબીના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર કુલદીપભાઈ જેઠલોજાએ લોકોને સમાજિક પ્રેરણા આપીને સમાજ સુધારવા માટે પ્રવચનો કર્યા હતા.