રાજ્યમાં શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને રાજ્ય સરકાર પ્રેરિત કરશે. ઇઝરાયેલ પદ્ધતિએ ડ્રીપ ઇરિગેશન તરફ વળવાની હિમાયત છે. અમદાવાદમાં ઇફ્કો આયોજિત ખેડૂત અને સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રગતિશીલ કૃષિકારો અને સહકારી અગ્રણીઓનું સન્માન કર્યું હતું. ઇઝરાયેલ જેવા નાના દેશે ટપક સિંચાઇ પદ્ધતિ અને કૃષિ ક્ષેત્રે જે જમાના પ્રમાણેની નવીન શોધ અપનાવી છે તેનો અમલ કેળા, શેરડી, ડાંગર જેવા પાકોમાં ૨૦૨૨ સુધીમાં કરાશે. ઓછા પાણીએ મહત્તમ પાક ઉત્પાદન મળવાશે. ઇઝરાયેલની ટપક સિંચાઇ પધ્ધતિ આધુનિક કૃષિ ઉપકરણો, નવિન સંશોધનો બધાનો રાજ્યની ખેતી પધ્ધતિમાં વ્યાપક વિનિયોગ કરીને ખેડૂતોને ૦ ટકા વ્યાજે લૉન અપાશે. આણંદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત કેતન પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેઓ કેળા અને બટાકાની ખેતી કરે છે. તેઓ ઈફ્કોમાંથી ખાતર મેળવી ઓછા પાણીએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.