શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 623 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,950ની સપાટીથી નીચે

સપ્તાહના પ્રારંભે શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. વૈશ્વિક નબળા સંકેતોને  એશિયન માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી.  જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ પ્રારંભમાં જ મંદી થઈ હતી. સેન્સેક્સે પણ 37,000ની સપાટી તોડી હતી. નિફ્ટીએ પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. રૂપિયો પણ ડોલરના મુકાબલે 28 ફેબ્રુઆરી, 2019 પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. વળી સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ એટલે કે સિયામે ઓટો વેચાણના આંકડા જાહેર કર્યા હતા.

સતત નવમાં મહિને પેસેન્જર્સ વેહિકલ્સનું વેચાણ ઘટ્યું હતું. જોને કારણે બજારનું સેન્ટિમેન્ટ વધુ ખરાબ થયું હતું. જેથી ઓટો શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.ઓટો ઇન્ડેક્સ 3.95 ટકા તૂટ્યો હતો.  નિફટીના મુખ્ય 11 ઇન્ડેક્સમાં મંદી થઈ હતી. ઓટો, ફાઇનાન્શિયલ, આઇટી અને એફએમનસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી થઈ હતી. બેન્ક અને ફાર્મા શેરો પણ તૂટ્યા હતા. નિફ્ટીમાં પાંસ સપ્તાહની સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી પણ 700 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. આ સાથે મિડકેપ અને સ્મોલકેપ  ઇન્ડેક્સ પપણ અનુક્રમે 2.90 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.60 ટકા જેવા તૂટ્યા હતા.

નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 574 પોઇન્ટ તૂટ્યો

દેશમાં કન્ઝ્યુમ ઉત્પાદનોના વેચાણમાં  સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી એફએમસીજી શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 573.70 પોઇન્ટ અથવા 1.96 ટકા  તૂટીને 28,728.50ના મથાળે બંધ રહ્યો હતો. એફએમસીજી શેરોમાં હિન્દ લીવર 0.81 ટકા, જીએસકે કન્ઝ્યુમર 0.85,આઇટીસી 3.76 ટકા જ્યુબિલન્ટ ફૂડ 3.38, ગોદરેજ ઇન્ડ. 2.52 ટકા, ડાબર  2.23 ટકા, ઇમામી 2.95 ટકા  અને બ્રિટાનિયા 2.94 ટકા તૂટ્યા હતા.

રિલાયન્સનો શેર 11 ટકા વધ્યો

રિલાયન્સની એજીએમ બાદ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. સાઉદી અરામાકોની રિલાયન્સ સાથેના સોદા પછી  શેર 11 ટકા સુધી વધ્યો હતો. જે છેલ્લા એક દાયકામાં આવેલો સૌથી મોટો ઉછાળો છે.  કંપનીની એજીએમમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી.  જોકે સેશનના અંતે 9.74 ટકા વધીને 1,275.30ના મથાળે બંધ રહ્યો હતો.

જિયો ફાઈબર લોન્ચની જાહેરાત બાદ અન્ય ટેલિકોમ શેર્સ તૂટ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ સોમવારે એજીએમમાં જિયોનો જે ફ્યુચર પ્લાન બતાવ્યો હતો, જેનાથી અન્ય  ટેલિકોમ કંપનીઓની હાલત ખરાબ થઈ હતી. ટૈલિકોમ શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જિયો ફાઈબર લોન્ચની જાહેરાત કર્યાના બીજા દિવસે શેરબજારમાં હરીફ ટેલિકોમ કંપનીઓના શેરોમાં કડાકો બોલી ગયો હતો. એરટેલ ચાર ટકા તૂટ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં 10,000 કરોડનો ઘટાડો થયો હતો. વોડાફોન આઇડિયા પણ તૂટ્યો હતો.

અમેરિકી બજારોમાં મોટો ઘટાડો, એશિયન માર્કેટ પણ સુસ્ત

બોન્ડ યિલ્ડમાં ઘટાડાને કારણે અમેરિકી બજારો આશરે દોઢ ટકા ઘટ્યા હતા.  10 વર્ષના બોન્ડ યિલ્ડ 2016ના નીચલા સ્તરે ચાલી ગયું હતું. જેથી અમેરિકી બેન્કિંગ શેર બે ટકા તૂટ્યા હતા. ડાઉ જોન્સ 390 પોઇન્ટ તૂટ્યો હતો. એસ એન્ડ પી 500 1.22 ટકા તૂટ્યો હતો. વૈશ્વિક નબળા સંકેતોને કારણે એશિયન માર્કેટ પણ નરમ રહ્યાં હતાં. હોંગકોંગનો હેંગસેંગ 1.40 ટકા,  તાઇવાનઇન્ડેક્સ 0.75 ટકા અને શાંઘાઈ ઇન્ડેક્સ પણ 0.75 ટકા તૂટ્યો હતો.

ઓટો કંપનીઓના વેચાણમાં સતત ઘટાડો, સરકાર પાસે રિવાઇવલ પેકેજની માગ

ઓટો કંપનીઓના વેચાણમાં જુલાઈ મહિનામાં સતત નવમા મહિને ઘટાડૌ નોંધાયૌ હતો. જેને કારણે મોટા પાયે નોકરીઓ પર કાપ મુકાવાનું સંકટ તોળાઈ રહ્યું છે. પેસેન્જર્સ  વેહિકલ્સ જુલાઈમાં 31 ટકા ઘટ્યું હતું. જ્યારે સ્થાનિક કાર કંપનીઓનું વેચાણ પણ આશરે 36 ટકાઘટ્યું હતું. જેને કારણે ઓટો ઉદ્યોગે સરકાર પાસે તત્કાળ રાહત પેકેજ આપવાની માગ કરી છે.

કાર વેચાણમાં ઘટાડો એવી સમયે થયો છે, જ્યારે કન્ઝ્યુમ ગુડ્ઝની માગ પણ સતત ઘટી રહી છે. બેન્કિંગ સિસ્ટમમાં પણ લિક્વિડિટીની સમસ્યા છે, જેની અસર બજારમાં રોકડની ઉપલબ્ધતા પર પડી છૈ. જે દેશમાં અર્થતંત્ર મંદીમાં હોવાના સંકેત આપે છે.

ઓટો કંપનીઓના વેચાણમાં જુલાઈ મહિનામાં સતત નવમા મહિને ઘટાડૌ નોંધાયૌ હતો. જેને કારણે મોટા પાયે નોકરીઓ પર કાપ મુકાવાનું સંકટ તોળાઈ રહ્યું છે. પેસેન્જર્સ  વેહિકલ્સ જુલાઈમાં 31 ટકા ઘટ્યું હતું. જ્યારે સ્થાનિક કાર કંપનીઓનું વેચાણ પણ આશરે 36 ટકાઘટ્યું હતું. જેને કારણે ઓટો ઉદ્યોગે સરકાર પાસે તત્કાળ રાહત પેકેજ આપવાની માગ કરી છે.

કાર વેચાણમાં ઘટાડો એવી સમયે થયો છે, જ્યારે કન્ઝ્યુમ ગુડ્ઝની માગ પણ સતત ઘટી રહી છે. બેન્કિંગ સિસ્ટમમાં પણ લિક્વિડિટીની સમસ્યા છે, જેની અસર બજારમાં રોકડની ઉપલબ્ધતા પર પડી છૈ. જે દેશમાં અર્થતંત્ર મંદીમાં હોવાના સંકેત આપે છે.

ડીએચએફએલના રૂ. 950 કરોડના બોન્ડ્સ ડિફોલ્ટની સંભાવના

ડીએચએફએલના ના રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોને 16 ઓગસ્ટે પહેલો આંચકો વેઠવો પડે તેવી ધારણા છે. બેન્કો રિઝોલ્યુશન પ્લાન નક્કી ન કરે ત્યાં સુધી DHFLએ રિપેમેન્ટ અટકાવી રાખવાનો નિર્ણય લીધો છે. DHFLની ત્રણ વર્ષની બોન્ડ સિરીઝ આશરે રૂ. 950 કરોડની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2016માં આ બોન્ડ્સના વેચાણ દ્વારા કંપનીએ જંગી ભંડોળ એકત્ર કર્યું હતું અને ચાલુ સપ્તાહે તેની મેચ્યોરિટી છે.

UTI, L&T, કેનેરા રોબેકો, HSBC મ્યુ. ફંડ અને રિટેલ રોકાણકારોએ DHFLની આ બોન્ડ સિરીઝમાં રોકાણ કર્યું હતું. કેટલાક મ્યુ. ફંડ્સે ચાલુ નાણાકીય વર્ષમાં જ થોડા સમય પહેલાં કેટલીક મોટી વિદેશી બેન્કોને બોન્ડ્સ વેચી રોકાણમાંથી એક્ઝિટ કરી હતી.

રેટિંગ એજન્સીઝે DHFLને ‘ડિફોલ્ટ’ અથવા ‘D’ કેટેગરીમાં ડાઉનગ્રેડ કર્યા પછી ફંડ હાઉસિસે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં રોકાણનું મૂલ્ય ઘટાડી દીધું છે. DHFLના બોન્ડ્સની મેચ્યોરિટી ત્રણ વર્ષની છે. સંસ્થાકીય રોકાણકારોએ 9.10 ટકા વ્યાજ આપતા ત્રણ વર્ષના બોન્ડ્સમાં રોકાણ કર્યું હતું. રિટેલ રોકાણકારો માટે તેમાં સંસ્થાકીય રોકાણકારોની તુલનામાં 0.10 ટકા વધુ વ્યાજ મળતું હતું. એ વખતના બોન્ડ વેચાણમાં કેટલિસ્ટ ટ્રસ્ટિશિપ સર્વિસિસ ડિબેન્ચર ટ્રસ્ટી હતી, જેનું કામ રોકાણકારોને આકર્ષવાનું હતું.

DHFLએ ગયા ગુરુવારે જણાવ્યું હતું કે, લેણદારોએ હજુ રિઝોલ્યુશન પ્લાનને આખરી મંજૂરી નહીં આપી હોવાથી કંપની માટે તાત્કાલિક ઋણ ચૂકવવાનું શક્ય નહીં બને. DHFL ચાર સંભવિત બિડર્સને હિસ્સાનું વેચાણ કરવાના આખરી તબક્કામાં છે. અન્ય એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “બેન્કો પ્રસ્તાવિત રિઝોલ્યુશન પ્રક્રિયાને મંજૂરી ન આપે ત્યાં સુધી હિસ્સાનું વેચાણ અટકેલું છે.” ઉલ્લેખનીય છે કે, DHFLએ બેન્કોને રિઝોલ્યુશન પ્લાન સુપરત કરી દીધો છે, જેનું બેન્કો મૂલ્યાંકન કરી રહી છે.