સંકર ગાયોએ દૂધનું ઉત્પાદન વધાર્યું

હિન્દુ સંસ્કૃતિમાં ગાય મહત્વનું સ્થાન ધરાવે છે. ગાયને માતાનું બિરુદ પણ આપવામાં આવેલ છે. ગાયનું દૂધ ઉત્તમ પ્રકારનું માનવામાં આવે છે. ગાયની દેશી તથા વિદેશી ઓલાદો જોવા મળે છે. જેમાં હવે વિદેશી ગાયોની ઓલાદોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિદેશી ગાય વધી રહી છે.

શીત અને સમશીતોષ્ણ કટીબંધના દેશોમાં જોવા મળેલ ગાયો આપણા દેશની ગાયોની ઓલાદો કરતાં અલગ જાતોની છે. તેમને ખુંધ અને ધાબળી હોતી નથી. આ ગાયો સામાન્ય રીતે ગરમ પ્રદેશોમાં આસાનીથી રહી શકતી નથી. અવિકસીતા પ્રગતિશીલ દેશો (મલેશીયા, શ્રીલંકા, બમાં વગેરે) ની ગાયો ઉત્પાદકતાની દૂષ્ટિએ નબળી હોય છે. પરંતુ વિદેશી દૂધાળ ઓલાદોમાં હોલ્સટેઈન ફીઝીયન, જસીં અને બ્રાઉન સ્વીસ મુખ્ય છે અને તેમના (સાંઢ|વીર્યના) ઉપયોગ (સંવર્ધન) થી પ્રગતીશીલ દેશોમાં સંકરણ ધ્વારા ઉત્પાદકતા વધારવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે.

ભારત દેશમાં આ ઓલાદોના ઉપયોગ થકી સંકર પશુઓ (દા.ત. કરનફીઝ, કરન સ્વીસ વગેરે) પેદા કરવામાં આવેલ છે. જેથી પ્રથમ વિયાણની ઉમર, (૩૦-૩૩ માસ), બે વિયાણ વચ્ચેના ગાળા (૧૩-૧૪ માસ) માં ઘટાડો તેમજ વેતર દીઠ દૂધ ઉત્પાદન (૩૦૦૦-૩૫૦૦ લીટર) માં વધારો કરવાની સિધ્ધી હાંસલ થયેલ છે.

જર્સી ગાયનું દૂધ અંગે હાઈકોર્ટમા થયેલી PILમાં સરકારને નોટિસ

જર્સી ગાયનું દૂધ પીવાના કારણે ઘાતક રોગો થાય છે, જેના કારણે કેટલાંક કિસ્સાઓમાં બાળકોના મૃત્યુના પણ બનાવો બને છે. આ દૂધના વેચાણને અંકુશમાં લાવવું જોઈએ અને દૂધની થેલી પર જર્સી ગાયનું દૂધ છે તેવું સ્પષ્ટ લખવું જોઈએ, અને આ દૂધ આરોગ્ય માટે નુકસાનકારક છે તેવી નોંધ પણ લખાવી જોઈએ તેવી દાદ માંગતી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ જાહેરહીતની અરજીના પગલે રાજય સરકારને નોટિસ કાઢીને જવાબ આપવા જણાવ્યું છે. આ અરજીમાં એવી પણ રજૂઆત થઈ છે કે યુરોપના દેશોમાં જર્સી ગાયના દૂધનો ઉપયોગ ઘટાડવા પ્રયાસો થાય છે જયારે ભારત સરકાર નાગરિકોના આરોગ્યના મામલે ઉદાસીન છે. ઉલ્લેખનિય છે કે જર્સી ગાય દેશી ગાયની સરખામણીએ અનેકગણું દૂધ આપે છે.
હાઈકોર્ટ સમક્ષ વિશ્વના અનેક દેશો જેવા કે ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં થયેલા સંશોધનો મુકવામાં આવ્યા છે. આ સંશોધનો મુજબ જર્સી ગાયનું દૂધ પીવાથી બાળકોને ટાઈપ-૧ ડાયાબીટીસ થાય છે, હ્દય રોગો, ન્યુરોલોજીકલ સમસ્યાઓ જેવી કે સીઝયોફેનીયા, બાળકોનું અચાનક મૃત્યું થઈ જવું વગેરે થાય છે. આ સંશોધનોમાં કહેવામાં આવ્યું છે કે જર્સી ગાયના દૂધમાંના એમીનો એસિડની ૬૭મી કડી નબળી હોય છે, જેના પરિણામે આ દૂધ જયારે પાચન માટે જાય છે, ત્યારે તે કડી બીસીએમ (બેટા કાસો મોરફીન)માં તુટી જાય છે જે ગંભીર પ્રકારના રોગોનું મુળ છે.
જર્સી ગાયના દૂધને એ-૧ અને દેશી ગાયનું દૂધ એ-૨ તરીકે ઓળખાય છે. ‘ડેવિલ ઈન મિલ્ક’નામે પ્રકાશિત થયેલા ડો. કેઈથ વુડફોર્ડના સંશોધનને પણ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યું છે જેમાં આ જર્સી ગાયનું દૂધ કેટલું ઘાતક છે તે દર્શાવાયું છે. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટીક રિસોર્સીસના વૈજ્ઞાાનિકો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં પણ આ વાત પુરવાર થાય છે. ન્યુઝીલેન્ડ સહિતના યુરોપિયન દેશોએ ભારતની દેશી ગાય જેવું એ-૨ દૂધ વેચવાનું શરૃ કરી દીધું છે. ન્યૂઝીલેન્ડમાં જર્સી ગાયના એ-૧ પ્રકારના દૂધની સરખામણીએ દેશી ગાયના એ-૨ દૂધનો ભાવ દસ ગણો છે.
જાહેરહીતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ (પેકીંગ એન્ડ લેબલીંગ) રેગ્યુલેશન-૨૦૧૧ અને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકિંગ રેગ્યુલેશન-૨૦૧૧ મુજબ ખાદ્ય પદાર્થના દરેક પેકેટ પર તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તે લખવામાં આવે છે ે તે રીતે દૂધ પર પણ આ રીતની વિગતો લખવામાં આવે.

ક્રોસ બ્રીડિંગના કારણે ભારતીય દેશી ગાયો ખલાસ થઈ ગઈ
અમદાવાદ,ગુરૃવાર
જાહેરહીતની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય દેશી ગાયો જેવી કે ગીર, થારપરકર, રાઠી, રેડસીંધી અને સાહીવાલ વગેરેનું દૂધ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. સરકાર આ ગાયો માટે જર્સી અને હોલ્સટેઈન ગાયોના સીમેન સપ્લાય કરી રહી છે જેના કારણે આરોગ્યપ્રદ એ-૨ દૂધ આપતી આપણી દેશી ગાયો ક્રોસ બ્રીડીંગમાં ખલાસ થઈ રહી છે. આપણી ગાયોના સીમેન વિદેશમાં મોકલવામાં આવી રહ્યાં છે અને યુરોપથી જર્સી ગાયના સીમેન ભારતમાં મંગાવવામાં આવી રહ્યાં છે.

દેશી ગાયનું દૂધ શાસ્ત્રોમાં અમૃત તરીકે ઓળખાય છે
દેશી ગાયના દૂધની અંદરની પ્રોટીનની એમોનિયા એસિડની કડી મજબૂત હોય છે તેથી દૂધના પાચન વખતે નિયમત સમયે જ તે તૂટે છે. જર્સી ગાયની જેમ વચ્ચેથી તુટીને આરોગ્યને નુકસાન કરતું નથી. આથી આપણા શાસ્ત્રોમાં દેશી ગાયના દૂધને અમૃત તરીકે ઓળખાવાયું છે અને અનેક વૈજ્ઞાાનિક સંશોધનના આધારે શાસ્ત્રોની વાત સત્ય પણ પુરવાર થઈ છે.