સંશોધન કરીને આણંદમાં દેશી ખાતર બનાવવાનો પ્રોજેકટ

કરમસદ ખાતે વર્ષ 2007માં મેડિકલ કોલેજમાં ડાયરેકટર ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ ટેકનોલોજી દ્વારા દેશી ખાતર બનાવવાનો સંશોધન કરીને આણંદમાં ખાતર બનાવવાનો પ્રોજેકટ બનાવાયો છે. જેને સારી સફળતા મળી છે. સ્ટેનલેસ સ્ટીલ, લોખંડ અને ફાઇબરની 60 કિ.ગ્રા., 100 કિ.ગ્રા. અને 200 કિ.ગ્રા.ની ટાંકી તૈયાર કરાવવામાં આવી છે. જેમાં ઓર્ગેનીક વેસ્ટ પ્લાન્ટમાં 12 દિવસનો એંઠવાડો એકત્ર કરીને ટાંકીમાં ઠાલવવામાં આવે છે. ત્યારબાદ તેને ઓકસીજન આપવામાં આવે છે. લગભગ 12 દિવસમાં 1200 કિ.ગ્રા. કચરો ભેગો થાય છે. જેને 13મા દિવસે બહાર કાઢતા તેમાંથી 20 ટકા ખાતર બને છે. સોલીડ 100 કિ.ગ્રા. ઓર્ગનીક વેસ્ટમાંથી 20 કિલો ઓર્ગનીક ખાતર બને છે. સમગ્ર પ્રક્રિયા દરમ્યાન નીકળતા લીકવીડને ટેકનીક વડે લીકવીડ ફર્ટીલાઇઝર બનાવવામાં આવે છે. જે સીધું જ ખેતરમાં ભળી જાય છે. આમ, આ બંને પ્રકારના ખાતર ખેતરમાં નાંખવાથી ખેડૂત શુદ્વ ઓર્ગનિક પાક લઈ શકાય છે. અરૂનવ મિશ્રાએ આ પ્રોજેક્ટ બનાવ્યો છે. તેઓ આ ખાતર ખેડૂતોને 1 કિલોના રૂ.8થી 10ના ભાવે વેચી રહ્યા છે.

વેસ્ટ ઓર્ગનીક સ્ટીલ ટેન્કની બાજુમાં બાયોફિલ્ટર કમ્પોસ્ટ યુનિટ લગાવ્યું છે. સમગ્ર દેશમાં આ પ્રકારનું યુનિટ અન્ય કોઇની પાસે નથી. કમ્પોસ્ટ યુનિટમાં એંઠવાડો નાંખવામાં આવ્યા બાદ બાયોફિલ્ડર લગાવવામાં આવે છે. આથી દુર્ગધ ફેલાતી નથી. બેકટેરીયાના લીધે ટેન્કમાં સડેલો ગેસ શુદ્વ થઇને હવામાં ભળી જાય છે.

અળસિયા અને બેકટેરીયાને કમ્પોઝ કરીને 30 દિવસ સુધી ટાંકીમાં રાખીને ખાતર બનાવવાના પ્રોજેકટમાં 99.99 ટકા પ્રોસેસ હાંસલ કરી હતી. પરંતુ ૦.1 ટકા માટે બાકી પ્રોસેસના સાધનો ભારતમાં ઉપલબ્ધ ન હોવાથી વૈજ્ઞાનિક તેઓ 2009માં કેનેડા ગયા હતા.

જયાં તેઓએ નેચરલ બાયોડીગ્રેડશનનો પ્રોજેકટ પૂરો કર્યો હતો. તેમની આ સિદ્વિ બદલ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીયલ રીસર્ચ (ડીએસઆરઆઇ) દ્વારા તેઓને 200-2009 દરમિયાન સાયન્ટીસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો. ત્યારબાદ તેઓએ ભારત પાછા ફરીને ઓર્ગનીક વેસ્ટમાંથી ખાતર બનાવવાનું પ્લાનીંગ હાથ ધર્યુ હતું.