સમગ્ર દેશમાં ગુજરાતની અદાલતોમાં સૌથી વધું પડતર કેસ

ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીએ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 22.42 લાખ કેસ અદાલતમાં પડતર છે. 2016માં આવી હાલત હતી તે આજે સુધરી નથી. વધું ખરાબ થઈ રહી છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં વસતીના પ્રમાણમાં સમગ્ર દેશમાં સૌથી વધું કેસ પડતર છે. એક હજારની વસતીએ 34 કેસ અદાલતમાં છે. જે 3.4 ટકા થવા જાય છે. જે કાયદો અને ન્યાય વિભાગના પ્રધાન પ્રદીપ જાડેજાની સદંતર નિષ્ફળતા બતાવે છે. છેલ્લાં 23 વર્ષથી ભાજપ સત્તા પર છે તેથી આ કેસનો ભરાવો થયો તે માટે ભાજપ જવાબદાર છે. તેઓ સામાજિક પ્રશ્ન ઉકેલી શકતાં નથી, પણ અદાલતોમાં વધારે ન્યાયાધિશ મૂકીને કેસ ઓછા કરી શકે છે. 7 વર્ષ પહેલાં ભાજપ સરકારે જાહેર કર્યું હતું કે ગુજરાતની અદાલતમાં દાખલ થતાં કોઈ પણ કેસનો ચૂકાદો એક વર્ષમાં આવી જશે. પણ જે રીતે કેસનો ભરાવો થયો છે તે જોતા તેનો નિકાસ કરવામાં 14 વર્ષ જેવો સમય નિકળી જાય તેમ છે.

ગુજરાતની કોર્ટોમાં કેસ આવે જ નહીં તે માટે દરેક પોલીસ મથકે ખાનગી સૂચના આપી દેવામાં આવે છે કે ફરિયાદ ન લો. પહેલા ટાળો. દબાણ વધે તો જ ફરિયાદ લેવી. કોર્ટ કહે તો જ ફરિયાદ લેવી. આવું વલણ ગુજરાતની હાલની ભાજપ સરકારનું છે. પોલીસ મથકે પહેલાં તો ફરિયાદ જ લેવામાં આવતી નથી. માત્ર અરજી આપવાનું કહેવામાં આવે છે. આ ખાનગી આદેશો ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ તેમના ટોચના માનીતા અધિકારીઓને આપી દીધા છે. જે દરેક પોલીસ થાણા સુધી પહોંચાચવામાં આવે છે.

રાજ્ય – પડતર કેસ – 1000 માણસ દીઠ પડતર કેસ

ગુજરાત               22,44,401 – 34

ચંદીગઢ               32,901 – 31

આંદામાન-નિ.     10,251 – 27

મહારાષ્ટ્ર               2,971,629 – 26

ઉત્તરપ્રદેશ – 4,751,545 – 24

હિમાચલપ્ર.          162,497 – 24

હરીયાણા              520,063 – 21

ઓરાસા                 827,809 – 20

કેરાલા                 662,843 – 20

કર્ણાટક                 1,186,388 – 19

રાજસ્થાન             1,262,979 – 18

પંજાબ                  504,702 – 18

ઉત્તરાખંડ             162,404 – 16

પશ્ચિમબંગાળ       1,375,685 – 15

બિહાર                 1,348,204 – 13

તમિલનાડુ            877,930 – 12

આંધ્ર-તેલંગણા  761,322 – 09

જારખંડ                 281,898 – 09

આસામ                 181,441 – 06

છત્તીસગઢ           171,127 – 07

કાશ્મીર                         48,470 – 04

ત્રિપુરા                  26,219 –  07

મણિપુર                 7,922 – 3

મેઘાલય                4,831 – 2

મિજોરમ                1,777 – 2

સિક્કીમ                 1,346 – 2

કૂલ પદતર કેસ 20,188,584 – 18