સમગ્ર દેશમાં ગુજરાત મોંઘું, ગુજરાતમાં મુખ્ય પ્રધાનનું શહેર મોંઘું

પેટ્રોલ, જીઝલ, અનાજ, તેલ, ગેસ, દૂધ છેલ્લાં 4 વર્ષમાં સૌથી મોંઘા થતાં મોંઘવારીના કારણે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેર વધું મોંઘા બની ગયા છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સૌથી મોંઘુ બની ગયું છે. ગુજરાતનો મોંઘવારી આંક 900 છે જ્યારે ભારત દેશનો 873 છે. ગુજરાતનાં સૌથી મોંઘો વિસ્તાર ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારનું શહેર રાજકોટ છે. આમ ગુજરાત સરકાર મોંઘવારીને કાબુમાં લેવામાં નિષ્ફળ જતાં આવી સ્થિતી આવીને ઊભી થઈ છે. જે રૂપાણીની અણઆવડત બતાવે છે.

ગુજરાત સરકારના 2017-18ના સામાજિક-આર્થિક સર્વેક્ષણ મુજબ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું શહેર રાજકોટ ગુજરાતમાં રહેવા માટે સૌથી મોંઘું શહેર બની છે. તેનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 270 થઈ જતાં રાજ્યના બીજા શહેરોની સરખામણીએ ઊંચો છે. તેથી ગુજરાતનું સૌથી મોંઘુ શહેર બની ગયું છે. જે હવે રહેવા લાયક રહ્યું નથી. બિલ્ડર લોબી છેલ્લાં 4 વર્ષથી વધારે લૂંટ ચલાવતી થઈ હોવાથી આમ થયું છે. રાજકોટની આસપાસની જમીનો ભાજપના નેતાઓ સાથે જોડાયેલાં લોકો પાસે સરકી ગઈ છે. જેના ભાવ ઊંચા જતાં મોંઘવારી વધી છે. રાજકોટના મશીનરીના કારખાનાઓમાં કામ કરતાં કામદારો માટે હવે રાજકોટ રહેવા લાયક રહ્યું નથી.

અમદાવાદનો સીપીઆઈ 262, ભાવનગરનો 261, રાજકોટનો 270, વડોદરાનો 262 અને સુરતનો 251 છે. આમ ગુજરાતમાં રહેવા માટે સૌથી ઓછા મોંઘા શહેરમાં સુરત આવે છે.

વડોદરા અને અમદાવાદ એકસરખા મોંઘા છે જ્યારે રાજકોટ સૌથી મોંઘું છે. આ આંકડા નાણાકીય વર્ષ 2016-17ના છે. ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતનો 2016-17નો સીપીઆઈ 900 છે જ્યારે ભારત દેશનો 873 છે. મતલબ ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા વધારે મોંઘું છે.

આરબીઆઈ ફુગાવાનો દર નક્કી કરતી વખતે ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને ધ્યાનમાં લે છે. અગાઉ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સને ગણનામાં લેવાતો. આ બંને સૂચક આંક કયા શહેરનું કોસ્ટ ઓફ લિવિંગ કેટલું છે તે જાણવામાં મદદરૂપ બને છે. કોસ્ટ ઓફ લિવિંગમાં રહેવું, ખાવું-પીવું, ભણવું, જાહેર પરિવહન બધું જ આવી જાય છે.

મોંઘવારી વધી

રૂપિયા નબળો પડી જતાં તેની સામે ડોલર મજબુત બનતા સામાન્ય લોકોનું રસોડાનું બજેટ વેરવિખેર થઇ ગયું છે. મોંઘવારી બેકાબુ બની છે. જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધી જતા ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન મુશ્કેલ બની ગયું છે. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો મહત્વનું પરિબળ છે. ખાદ્ય તેલોના ભાવો વધ્યા છે. વિદેશોથી આયાત થતી ચીજ-વસ્તુઓના ભાવો સતત વધી રહ્યા છે. જીવન જરૂરી વસ્તુઓમાં છેલ્લા 15 દિવસમાં 5 ટકાથી 50 ટકાનો ભાવ વધારો થયો છે. જેમાં આયાતી વસ્તુ વધારે મોંઘી બની છે. રૂપિયો અસ્થિર બની જતાં લોકો ધંધો વ્યવસાય પર આફત શરૂ થઈ છે. પહેલાં નોટબંધી, જીએસટી, પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો, અસ્થિર રૂપિયો થઈ જતાં મોંઘવારી વધી છે તેથી દિવાળી બગડશે.

10 ટકા ભાડાવધારો થયો અને થશે

પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા ટ્રાક, ટેકસી, બસ ભાડામાં વધારો 10 ટકા સુધી કરી દેવાયો છે. હજુ કેટલાંક વધારો કરી રહ્યા છે. લક્ઝરી અને ઇલેકટ્રોનિક વસ્તુઓના હવે ભાવ વધી રહ્યાં છે. મુંબઈમાં પેટ્રોલ એક