અમદાવાદ શહેરની કંપનીઓ દ્વારા દૂષિત પાણીનાં નિકાલ માટે તૈયાર કરાયેલી યોજનાનો ઉપયોગ નહિ કરીને સીધે સીધું દૂષિત પાણી નદીમાં ઠાલવી દેવાની ઘટનાઓ અગાઉ પણ અવારનવાર બની ચૂકી છે ત્યારે આજે સવારે આવી જ એક ઘટનાં બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનાની વિગતો એવી છે કે, નરોડાની સમ્રાટ નમકીન દ્વારા પોતાને ત્યાંથી નીકળેલું દૂષિત પાણીનાં નિકાલ માટે જે યુક્તિ અજમાવવામાં આવી તે ખરેખર અધિકારીઓ સાથેની મીલિભગતનું પરિણામ હોય એવું લાગે છે. સમ્રાટ નમકીન દ્વારા દૂષિત પાણીને ગેરકાયદેસર રીતે નાના ચિલોડા નજીક ઠાલવવામાં આવતું હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવતાં તેઓએ ટેન્કર સાથે આવેલાં શખ્સને ઝડપી લઈને પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને તપાસ કરતાં દૂષિત પાણી ઠાલવી રહેલાં ટેન્કર ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
દરમિયાનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ આ બાબતની જાણકારી મળતાં તેઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં અને ટેન્કર મારફતે ઠાલવવામાં આવી રહેલાં દૂષિત પાણીનું સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું. સમ્રાટ નમકીન દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે બાબતે પણ પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતી
English




