સરકારથી નારાજ યુવાન મતદારો ઘટી ગયા તેનું રહસ્ય શું ?

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર આંકડાની ગરબડ ઊભી કરવામાં આવી છે. 2014ની સરખામણીએ 2019માં 18થી 29 વર્ષની વયજૂથના યુવા મતદારોની સંખ્યા 1.17 ટકા ઘટી છે. 20થી 29 વર્ષના મતદારોની સંખ્યામાં 3.39 ટકાનો ઘટાડો થયો છે. આ એ મતદારો છે જે બેરોજગારી અને ઓછા વેતનથી પીડાઈ રહ્યાં છે. તેઓ નોકરી શોધવા જાય છે પણ નોકરી મળતી નથી. 45 વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે, યુવાનો પાસે જે નોકરી હતી તે પણ છૂટી ગઈ છે અને 45 વર્ષમાં સૌથી વધું બેરોજગારી ઊભી થઈ છે.

યુવાન મતદારો સામાન્ય રીતે વધતાં હોય છે પણ આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે યુવાન મતદારો ઘટી ગયા છે. આ યુવાનો હાલની બન્ને સરકારોથી ખૂશ ન હતા અને 2015થી યુવાનો ગુજરાતમાં આંદોલનો કરી રહ્યાં છે. તેથી તેઓ 2019માં ભાજપની બન્ને સરકારો સામે મતદાન કરવાના હતા. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પણ યુવાનોએ ભાજપ વિરૃદ્ધ મતદાન કર્યું હતું.

2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 18થી 19 વર્ષના મતદારોની સંખ્યા 2.88 ટકા હતી.  જે એકાએક ઘટીને 2019માં 1.71 ટકા થઈ છે. 20થી 29 વર્ષના મતદારોની સંખ્યા 2014માં 25.14 ટકા હતી. જેમાં 3.38 ટકાનો ઘટાડો થતાં હવે 22.5 ટકા રહી છે.

18થી 19 વર્ષના 4.66 લાખ સાવ નવા મતદારો લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે હાર-જીત નક્કી કરશે. એક લોકસભાની બેઠક ઉપર લગભગ 18,000 નવા મતદારો આવ્યા છે, જે બેરોજગારી અને આર્થિક બેહાલીનો સામનો કરી રહ્યા છે. 35 વર્ષ સુધીના યુવાન મતદારોની એક લોકસભા બેઠક પર લગભગ 50 હજાર જેવી થવા જાય છે. કૂલ મતદારોમાં વધારો થયો છે તેમાં 6.70 લાખ મતદારો થવા જાય છે.

30 વર્ષથી વધુ વયજૂથના મતદારોની સંખ્યામાં વધારો થયો છે.

2014ની સરખામણીએ 2019માં 30થી 39 વર્ષના મતદારોની 25.14 ટકા હતી જે વધીને 25.73 ટકા થઈ છે. 50થી 59 વર્ષના મતદારોની સંખ્યા 2014માં 13.84 ટકામાં 1.20 ટકા વધીને 15.04 ટકા થઈ છે.

60થી 69 વર્ષના મતદારોની સંખ્યા 2014માં 7.95 ટકા હતી જે વધીને 9.11 ટકા થઈ છે.

70થી 79 વર્ષના મતદારોની સંખ્યા 2014માં 3.96 ટકાથી 0.68 ટકા વધીને 2019માં 4.64 ટકા થઈ ગઈ છે.

80 વર્ષથી વધું ઉંમરના મતદારો 2014માં 1.25 ટકા હતા તેમાં 0.40 ટકા વધીને 2019માં 1.65 ટકા થયા છે.

જાન્યુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂર્ણ કરતા નવા મતદારો શોધવા અને તેમના નામ નોંધવાની પ્રક્રિયા શરુ કરી હતી. 2019 લોકસભા ચૂંટણીના સંબંધમાં આગામી તારીખ એટલે કે 5મી જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર હતી. 1989માં 61માં બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે.

2017માં શું હતું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આખરી થયેલી મતદાર યાદી મુજબ મતદારોની સંખ્‍ય 4 કરોડ, 33 લાખ નોંધાઇ હતી. વર્ષ 2012ની સરખામણીમાં 52 લાખ મતદારો વધ્‍યા હતા. ગુજરાતમાં 10 લાખથી વધુ યુવા મતદારો એવા નોંધાયા હતા કે જે સૌ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા.