સરકારી વીજ કંપનીઓના અધિકારી- કર્મચારીઓને સાતમા પગાર પંચનો પગાર વધારો કરાયો છે, પગાર તફાવતની રકમની ચૂકવણી કરવા રાજ્ય સરકારનો કર્મચારીલક્ષી નિર્ણય કર્યો છે. એરીયર્સની ચૂકવણી રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની પદ્ધતિ મુજબ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને 1-8-2018થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવેલ છે, પરંતુ 1-1-2016થી 31-7-2017 એટલે કે કૂલ 19 માસના પગારના એરીયર્સની રકમમાં 48 હજાર કર્મચારીઓને રૂ.521 કરોડનો ફાયદો કરાવાયો છે. જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. પ્રથમ હપ્તો જુલાઈ-2018 બીજો હપતો સપ્ટેમ્બર 2018 અને ત્રીજો હપ્તો નવેમ્બર 2018માં ચૂકવાશે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. (GUVNL)ના 1.20 કરોડ વીજ ગ્રાહકો પર વીજ પ્રધાન સૌરભ પટેલે ભાવવધારો કરીને આગામી ત્રણ મહિનામાં ફયુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 19 પૈસાનો વધારો કર્યો હતો. જેમાં કરોડો રૂપિયા એકઠા કરીને આજે કર્મચારીઓને આપવામાં આવ્યા છે. ભાવવધારાના કારણે ત્રણ મહિનામાં રૂ.1144 કરોડનો ભાવ વધારો પ્રજા પટ થોપી દેવામાં આવ્યો હતો. બે વખત આ રીતે બળતણનો ચાર્જ વધારો કર્યો છે. 9 પૈયાના બદલે 19 પેસા વદારો કરાયો હતો. જેથી ફયુઅલ ચાર્જ 1.54 પૈસાથી વધીને 1.73 પૈસા હાલ લેવામાં આવે છે જેમાંથી કર્વમચારીઓને આ પગાર આપવામાં આવે છે. સરકારી કંપનીએ એક જ ક્વાર્ટરમાં બે વખત ફ્યુઅલ ચાર્જ ગેરકાયદે વસુલેલો હતો. જેની સામે ખરેખ તો દંડ કરી શકાય તેમ હોવા છતાં દંડ કરાયો નથી.