31 ડિસેમ્બર 2018ની સ્થિતીએ 1થી 5 ધોરણ સુધીમાં છોકરાઓની સંખ્યા 16.03 લાખ છે જ્યારે છોકરીઓની સંખ્યા 16.05 લાખ છે. છોકરીઓની સંખ્યા 2418 વધું. આમ હવે શિક્ષણમાં છોકરીઓ એકાએક વધવા લાગી છે. તેનું રહસ્ય શિક્ષણ વિભાગ સમજાવી શકતું નથી.
બીજી બાજુ ધોરણ 6થી 8 સુધીમાં 5983 છોકરા વધું છે. 9.63 લાખ છોકરીઓની સામે 9.57 લાખ છોકરીઓ છે.
આમ 1થી 8 ધોરણ સુધી કુલ 48,57,499 બાળકો ભણે છે.
ગંભીર બાબત એ છે કે, 31 ડિસેમ્બર 2018 સુધીમાં 1થી 5 ધોરણ સુધી કૂલ 32,07,522 બાળકો હતા તેની સામે ધોરણ 6થી 8 સુધીમાં 19,19,977 બાળકો હતા.
1થી 5 સુધીમાં એક ધોરણ દીઠ સરેરાશ 6,41,504 વિદ્યાર્થી હતા જે 1થી8 ધોરણમાં 6,39,992 વિદ્યાર્થી હતા. આમ 1500 વિદ્યાર્થી એક ધોરણ દીઠ ભણવાનું છોડી દે છે અથવા જીવિત રહેતા નથી.
ધોરણ 1થી 5 સુધીમાં 2409 શિક્ષકો નથી જ્યારે ધોરણ 6થી 8 માટે 6678 શિક્ષકો નથી. આમ 9087 શિક્ષકોની ઘટ છે.
ભાષા, ગણિત, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાનના કેટલા શિક્ષકોની ઘટ છે તેની સરકાર ગણતરી કરી રહી છે. તેમની પાસે હજુ આવી કોઈ વિગતો નથી. આવી માહિતી ઊંઝાના રોશનીબેન પ્રવિણ ચૌધરીને સરકારે માહિતીના અધિકારના કાયદા હેઠળ 16 જાન્યુઆરી 2019ના રોજ માહિતી આપી છે.
જ્યારે બીજી બાજુ, સંખ્યા ઘટી રહી છે
રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર વધે તેવા પ્રયાસ કરે છે. પરંતુ રાજ્યમાં સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળાઓમાં 6 લાખ 17 હજાર 721 બાળકોની સંખ્યા ઘટી છે. વર્ષ 2008-09માં સરકારી પ્રાથમિક શાળાઓમાં 59 લાખ 14 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અને વર્ષ 2017-18 દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 52 લાખ 96 હજારની આસપાસ પહોંચી છે.
સરકારી શાળાઓની ખરાબ હાલત
ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. આઇરટીઆઇની માહિતીના આધારે વર્ષ ૨૦૦૮-૦૯માં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૯૧૪૫૪૨ હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮માં ઘટીને ૫૨૯૬૮૨૧ થઇ માત્ર ૧૦ વર્ષ માં ૬ લાખ ૧૭ હજાર ૮૨૧ વિદ્યાર્થી સરકારી શાળામાં ઘટ્યા છે.
સરકારી પ્રાથમિક શાળામાં ભરતી થયેલા બાળકોની સંખ્યા
વર્ષ – બાળકોની સંખ્યા
2008-09 59,14,542
2009-10 57,94,737
2010-11 58,13,213,
2011-12 58,80,522
2012-13 61,03,442
2013-14 59,63,267
2014-15 58,01,899
2015-16 56,68,877
2016-17 54,92,893
2017-18 52,96,821