સરગવાની ખેતી કરી શકાય છે

સરગવાનો દરેક ભાગ ખાવાલાયક છે. તેના પત્તાને પણ તમે સલાડ તરીકે ખાઇ શકો છો. સરગવાના પત્તા, ફૂલ અને ફલ તરેક ઘણા પોષક હોય છે.
ગરમ વિસ્તારોમાં સરળતાથી તેના ફૂલ મળી જાય છે. તેને વધુ પાણીની જરૂર રહેતી નથી. ઠંડા પ્રદેશોમાં તેની ખેતી બહુ પ્રોફિટેબલ હોતી નથી કાણ કે તેના ફૂલને ખિલવા માટે 25થી 30 ડિગ્રી તાપમાનની જરૂર રહે છે. ચિકાશવાળી માટીમાં તે સારો ગ્રોથ કરે છે. પહેલા વર્ષ બાદ વર્ષમાં બે વાર તેનું ઉત્પાદન થાય છે. સામાન્ય રીતે એક ઝાડ 10 વર્ષ સુધી તેનું ઉત્પાદન કરે છે. તેના મુખ્ય પ્રકાર કોઇમ્બતુર 2, રોહિત 1, પીકેએમ 1 અને પીકેએમ 2 છે.

કેટલી થઇ શકે છે કમાણી
એક એકરમાં અંદાજે 1500 છોડ લગાવી શકો છો. સરગવાના ઝાડ 12 મહિનામાં ઉત્પાદન આપવાનું શરૂ કરી દે છે. ઝાડ સારી રીતે વધી રહ્યાં હોય તો 8 મહિનામાં તૈયાર થઇ જાય છે. કુલ ઉત્પાદન 3 હજાર કિલો સુધી થાયછે. સરગવાનો વેચાણ ભાવ 25 રૂપિયાની આસપાસ હોય છે. આ પ્રકારે તમે 7.5 લાખ રૂપિયાનું ઉત્પાદન કરી શકો છો. જો તેમાં ખર્ચ કાઢી લેવામાં આવે તો પણ 6 લાખ રૂપિયાનો ફાયદો થઇ શકે છે.

જો તમારી પાસે એક એકર જમીન છે તો પછી તમે નોકરી કર્યા વગર પણ સારી એવી કમાણી કરી શકો છો. આટલી જમીનમાં તમે સરગવાની ખેતી કરીને તમે વર્ષે 6 લાખ રૂપિયા સુધીની કમાઇ શકો છો. સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક પણ કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલીફેરા છે. તેની ખેતીમાં પાણીની વધુ જરૂર રહેતી નથી અને જાળવણી પણ ઓછી કરવી પડે છે. એગ્રોગ્રેન ફાર્મિંગના એક્સપર્ટ રાકેશ સિંહ અનુસાર સરગવાની ખેતી ઘણી સરળ રહે છે.