ભડકે બળી રહેલાં પ્રટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રજાને રાહત નહીં આપનાર સરકારી ઓઈલ કંપનીઓએ નર્મદા બંધ પાસે બની રહેલી રૂ.3000થી 4000 કરોડના ખર્ચે સરકાર પટેલની પ્રતિમા માટે રૂ.3000 કરોડ આપેલા છે. કમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલ ઓફ ઈન્ડિયાએ સરકારી તેલ કંપનીઓ સામે આ ખર્ચ અંગે શંકા ઊભી કરી છે. કેગે તેલ કંપનીઓને પૂછયું કે, ગુજરાતના નદીકાંઠે સરદાર પટેલની ૩,૦૦૦ કરોડ રૂપિયાની મૂર્તિ બનાવવા માટે આટલી મોટી રકમ કેમ ફાળવવામાં આવી છે. ઓનએનજીસી, ઓઇલ ઈન્ડિયા લિમિટેડ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઇલે આ રકમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ખર્ચ કરી છે?
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આ પ્રતિમા બનાવવા માટે સરકાર તરફથી મસમોટા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. 7 ઓગસ્ટ 2018ના રોજ સાંસદમાં રજૂ કરવામાં આવેલા સીએજી રીપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કંપનીઓ દ્વારા ખર્ચવામાં આવતી આટલી મોટી રકમ યોગ્ય નથી. આ સાથે એક એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, સીએસઆરના નિયમ અંતર્ગત કોઇ પણ કંપની કોઇ રાષ્ટ્રીય સ્મારકને બચાવવા કે જાળવણી માટે તે સીએસઆર ફંડનો ઉપયોગ કરી શકે છે. પરંતુ, સરદાર પટેલની પ્રતીમા કોઇ રાષ્ટ્રીય ધરોહર નથી. જેથી મૂર્તિ માટે ફંડનો ઉપયોગ યોગ્ય નથી. આ નિયમની વિરુદ્ધ છે. સરકારી તેલ કંપનીઓ આમ ન કરી શકે. ગુજરાતની કેટલીક કંપીનઓ સામે પણ આવો સવાલ હવે ઊભો થશે.