ગુજરાત સરકારની સરદાર પટેલ આવાસ યોજનામાં પારાવાર કૌભાંડ બહાર આવ્યા બાદ ભાજપ સરકારે સરદાર પટેલનું નામ બોળ્યું હોવાનું ફલિત થયું છે. ગરીબો માટેની આ યોજનામાં ભાજપ સરકારે કરોડો રૂપિયાના કૌભાંડો કરી લીધા છે. ગાંધીનગરથી થતાં કૌભાંડો બહાર ન આવે એ માટે યોજના પર ધ્યાન રાખવા માટે સમિતિની રચના કરી ન હતી. 850 મકાનોની કેગ દ્વારા તપાસ કરી તો તેમાંથી મોટાભાગના મકાનોમાં ભાજપ સરકારે કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
શું થયા કૌભાંડ
850માંથી 535 એટલે કે 56% ટકાની છત આસીસીના બદલે નળિયા કે સિમેન્ટ સીટ નાંખી દીધી.
32% મકાનમાં દિવાલો પર કોઈ પ્લાસ્ટર જ ન હતું.
20% મકાનમાં શૌચાલય બનાવાયા ન હતા.
6% મકાનમાં બારી બારણાં જ નહોતા.
કામ ન થયું છતાં 98 ટકા કામ થયું હોવાનું સરકારે જાહેર કર્યું હતું.
એક જ વર્ષમાં રૂ.2040 કરોડ વપરાવા જોઈતા પણ 56% જ પૈસા વપરાયા હતા.
ગરીબોની યોજનામાં કોન્ટ્રાક્ટરો સમૃદ્ધ થયા
મકાન વિહોણાને મકાન આપવાની યાદી જ તૈયાર કરી નથી.
બાંધકામ નિયમ પ્રમાણે કરાયા નથી.
મકાનો બનાવવામાં એકથી 4 વર્ષ સુધી વિલંબ થયો હતો.
એક જ મકાનના બે વાર નાણાં ચુકવાયા હતા.
દાહોદ જિલ્લામાં યોજનાનું અમલીકરણ ખૂબ નબળું રહ્યું છે.
દેવગઢ બારિયાના પીપલોદ ગામમાં 10 માંથી બે મકાનની ખોટા નાણાં ચૂકવી દીધા.
સરકારે જે લક્ષ્યાંક નક્કી કર્યા હતા તે અવાસ્તવિક હતા.
ગરીબોની યોજના ઝડપથી આગળ વધતી નથી.
ગામડાઓમાં રહી ન શકાય એવા મકાનોના સ્થાને પાકા મકાનો બની ન શક્યા
સફળ યોજના બનાવવા માટે સરકારે ખોટા આંકડા આપ્યા.