10 હજાર ગામડે ભાજપ અને સરકાર સરદાર રથ લઈને નીકળી છે. તે અંગે પાટીદાર નેતાઓએ એક જાહેર નિવેદન કર્યું છે. અમે સરદાર રથનું દિલથી સ્વાગત કરીશું, પરંતુ રથ સાથે આવેલા ભાજપના નેતાને અલ્પેશની ખોટી ધરપકડ અને ખેડૂતોના મુદે સવાલો કરીશું. જો સવાલનો યોગ્ય જવાબ નહી મળે તો ગામમાં કે તાલુકામાં ભાજપના પટેલ વિરોધ નેતાને આવવા દેવામાં નહી આવે. ખેડૂતો દ્વારા સરદાર રથને માન સન્માન સાથે અમે સ્વયંભૂ આગળ વધારીશું. રથને માન સન્માન પણ આપીશું.
ભાજપના નેતાનો વિરોધ કરવામાં આવશે. સરકાર આ વાતની ગંભીરતાથી નોંધ લે અને જલ્દીથી અલ્પેશ પરથી ખોટા કેસ દુર કરવામાં આવે નહી તો ભાજપની સરદાર સાહેબ પ્રત્યેની આ ખોટી લાગણી સમગ્ર ગુજરાતને બતાવામાં આવશે.
પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરીયા હાલ જેલમાં છે. ત્યારે અલ્પેશની જેલ મુકિત માટે પાસ પ્રયાસો કરી રહયું છે. અલ્પેશને 3 વર્ષ જુના રાજદ્રોહનાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અલ્પેશની જેલ મુકિત નહી કરવામાં આવે તો પાસ દ્વારા ચીમકી આપવામાંઆવી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી છે. કે, છેલ્લા ર મહિના કરતા વધુ સમયથી સરકારે પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાને ખોટી રીતે કેસ કરીને જેલમાં પુરેલ છે. અને સરકાર પાટીદાર અને ખેડૂત સમાજ સાથે અન્યાય કરીને સરદાર સાહેબના નામે જે એકતા યાત્રાભ કાઢે છે. તેનો અમે પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ અમરેલી જો અલ્પેશને મુકત કરવામાં નહીં આવે અને ખેડૂતનું દેવું અને પાક વીમો આપવામાં નહી આવે તો આવું કરીશું તેમ અમરેલીના પાસના આગેવાનોએ જાહેર કર્યું છે.
પાટીદાર આંદોલન શરૂ થયા બાદ અમદાવાદની ક્રાંતિ રેલીની હિંસા બાદ પાટીદારો હંમેશા ભાજપનાંકાર્યક્રમનો વિરોધ કરતા રહયા છે. ભાજપના નેતાઓને પાટીદાર સમાજના રોષનો ભોગ બનવું પડયું છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત લોકસભાની ચુંટણી આવી રહી છે. ત્યારે જ પાટીદાર સમાજ પણ ફરીથી આંદોલનને વેગ આપી રહયો છે.તો આ પવન કેટલો આવશે અને સરકારને કેટલો નુકશાનકારક નીવડશે એ તો સમય બતાવશે. અને હાલ તુરંત તો સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર નહિ કરે તો જે કોઈ સરકાર તરફથી સરદાર સાહેબના નામે રાજકારણ કરવા માટે આવે તેનું સ્વાગત જેમ મગફળીના ખળામાં મગફળીને ઝાપટી નાખીએ તેમ જ ઝાપટવાના છે.