સરદાર સ્ટેચ્યુ માટે 5 લાખ ગામડાંમાંથી એકઠા કરેલાં લોખંડનું શું થયું, હિસાબ આપો

દેશના પાંચ લાખ ગામડામાંથી ખેડૂતો પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ઊભી કરવા માટેનું પ્લેટફોર્મ બનાવા માટે લોખંડ એકત્ર કરવાની જવાબદારી ગુજરાતના દરેક પ્રધાનને એક રાજ્યની આપવામાં આવી હતી.  આ લોખંડ કેટલું એકઠું થયું હતું તેનો હિસાબ ગુજરાત સરકારે હજુ જાહેર કર્યો નથી. આ લોખંડ નર્મદા નદીમાં સાધુ બેટ પર પ્લેટફોર્મ બનાવવા માટે વપરાવાનો હતો. પણ તે વપરાયુ છે કે કેમ તે અંગે આજ સુધી ભાજપના નેતાઓએ એક શબ્દ ઉચ્ચાર્યો નથી.

સરદાર સરોવર બંધની સામે નર્મદા નદી મધ્યે સાધુબેટ પર 182 મીટર ઊંચી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના નિર્માણમાં દેશના ખેડૂતો પાસેથી લોખંડનું દાન મેળવીને સમગ્ર દેશમાં ભાજપે પોતાની પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. અને પક્ષને લોકસભામાં જીત અપાવી હતી. 9 જુલાઈ 2013માં ભાજપ સરકારે તેની રાજકીય રીતે જાહેરાત કરી હતી ત્યારે એવું લાગતું હતું કે રૂ.1200 કરોડનું ખર્ચ થવાનું છે તે બધું આ લોખંડમાંથી કાઢવામાં આવશે. તે માટે એક ટ્રસ્ટ બનાવાયું હતું. હવે તેનું ખર્ચ રૂ.3000 કરોડથી વધી ગયું છે.

ભાજપના પ્રધાનોને દેશભરમાં લોખંડ એકઠું કરવા માટે ‘ગુજરાત એક મોડલ સ્ટેટ’ તરીકે પ્રમોટ કરીને દેશની જનતાને 2014ની ચૂંટણીમાં ખોબો ભરીને મત મેળવ્યા હતા. જેને સરદાર માટેની કર સેવા તરીકે પણ દેશમાં ઓળખાવવામાં આવી હતી. દેશભરમાંથી લોખંડ એકત્ર કરવા રેલવે અને પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું હતું.

૩૧મી ઓક્ટોબર 2013ના રોજ સરદાર જંયતીના દિવસે નર્મદા નદી વચ્ચે આવેલા સાધુબેટ પર ભૂમિપુજન થાય તે પહેલાં મંત્રીમંડળના તમામ સભ્યોને દેશભરમાં પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. ત્યારે કોઈને ખબર ન હતી કે આ તો 2014ની લોસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે.

આવું જ ગુજરાત રાજ્યની સ્થાપનાને 50 વર્ષ થયા ત્યારે પણ દેશભરમાંથી માટી મંગાવીને મહાત્મા મંદિરના પાયામાં નાંખવામાં આવી હતી.

રાજ્યની અલગ સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણી ર્સ્વિણમ

ગુજરાત વખતે મંત્રીમંડળના સભ્યોને દેશના અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ, ગુજરાતી સમાજ અને સંસ્થાઓની જવાબદારી સોંપાઈ હતી.