ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં જ્યાં 16 સિંહના મોત થયા છે તેની સરસીયા વીડીમાં કેવા ગોરખ ધંધા ચાલે છે તે અંગે ગાંધીનગર વન વિભાગના અધિકારીને કહ્યું કે તમે સરસીયા વીડીની તપાસ કરો. ત્યારે અધિકારીએ પૂછ્યું હત કે સરસીયા વીડી શું છે ? તેનો જવાબ સાંભળીને અધિકારી મૌન બની ગયા હતા.
શું ચાલે છે સરસીયા વીડીમાં, આ રહ્યાં 13 કારનામા
1 – સરસીયા વીડીમાં વર્ષોથી અનેક ગેરપ્રવૃતિ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયો છે. જેમાં ખુદ વન કર્મીઓ દ્વારા ઘાસ વાઢી વેંચી દેવામાં આવે છે.
2 – સેલ્ફી લેવા માટે અહીં લાયન-શો કરવા દેવામાં આવે છે.
3 – અનેક સિંહોના મૃત દેહના અહીં માત્ર હાડકા મળી આવે છે.
4 – સિંહના મોતની તપાસ રફે-દફે કરવામાં જાણીતા અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.
5 – ગાંધીનગર વન વિભાગ સમગ્ર ઘટનાક્રમને ઈન-ફાઈટમાં ખપાવી દેવા તત્પર હતા. પણ પછી સ્થાનિક અધિકારીઓએ ભાંડો ફૂટી ગયો હતો.
6 – ગાંધીનગર અને ધારીના અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો શંકાજનક છે.
7 – ગાંધીનગરની તપાસ ટીમે સરસીયા વીડીના સ્થળ પર જઈ તપાસ કરી હતી, પછી કંઈ ન થયું
8 – જંગલમાં સિંહોને લોકેટ કરવા તથા સંરક્ષણ આપવા માટે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે. સિંહોને લોકેટ કરવામાં આવતાં નથી અને એકાએક જંગલમાંથી સિંહોના કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવે છે.
9 – ઘણીવાર તો સિંહના ફકત હાડકા જ મળે છે.
10 – દલ્લીના કુટીયા નજીક એક સિંહણનો મૃતદેહ હાડકા બની ગયો ત્યાં સુધી પડયો રહયો હતો
11 – ખુદ વન કર્મી દ્વારા લાયન-શો માટે પાડા બાંધી વીડિયો કલિપ ઉતારાઈ હતી. તો સિંહ સાથે સેલ્ફીની ફોરેસ્ટરની તસ્વીરો સામે આવી હતી.
12 – લાખો રૂપિયાના વિશાળ કદના ચંદનના 25 વૃક્ષો કાપીને અહીંથી સુરત લઈ જવાના કૌભાંડ કરવામાં આવ્યા છે.
13 – આમ અહીં વર્ષોથી અનેક ગેરપ્રવૃતિ ચાલતી આવી છે. છતાં અહીં કોઈ કર્મચારી, અધિકારી પર કાર્યવાહી થયેલ નથી.
આ વાત સાંભળીને ગાંધીનગરના અરણ્ય ભવનમાં અધિકારી ચાલતા થઈ ગયા હતા.