ગરીબોને આપેલા મકાનો ખંડેર, તૂટે તે પહેલાં તપાસ કરો
ગુજરાતમાં રાષ્ટ્રીય નમૂના મોજણી કચેરીએ 2013માં કરેલા સરવે પ્રમાણે 2,058 ઝૂંપડપટ્ટી છે અને તેમાં 3.46 લાખ ઝુંપડા છે. તેટલા પરિવાર તેમાં રહે છે. (18 લાખ લોકો) દેશમાં ગુજરાત ઝૂંપડપટ્ટીમાં ત્રીજા નંબરનું રાજ્ય છે ત્યારે સવાલ એ છે કે વિકાસ ગરીબનો થયો નથી. જે દેશના કૂલ 33,510 ઝુંટડપટ્ટીમાં 9 ટકા ગુજરાતનો હિસ્સો છે. 2011ના વસતી ગણતરીના આંકડા પ્રમાણે ગુજરાતના ઝૂંપડાઓમાં રહેતા લોકોની હાલત દેશ કરતાં અત્યંત ખરાબ છે. 48.01 ટકા ઝુંપડાઓ રહેવા માટે સારા હતા, જે ભારતના અન્ય રાજ્યો કરતાં અત્યંત ખરાબ હતા. જ્યારે દેશમાં તે 58.41 ટકા ઝૂંપડાઓ સારી હાલતના હતા. મહારાષ્ટ્રમાં 57.86 ટકા ઝૂંપડા સારી હાલતના હતા. વળી ગુજરાતમાં 64.41 ટકા લોકો પાસે લેટરીન ઘરની મિકલતની અંદર જ હતા. જે દેશમાં સરેરાશ 66.01 ટકા ઘરમાં જાજરું હતા. આમ ગુજરાત આ બન્ને રીતે અત્યંત પછાત હતું. ગુજરાતમાં સુરતમાં ઝૂંપડપટ્ટી માટે 41,000 મકાનો બનાવવામાં આવ્યા હતા.
ખરાબ હાલતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 2012માં 22 લાખ મકાનો બનાવવાની જાહેરાત કરી હતી. તેમાંથી 2017 સુધીમાં માત્ર 4 ટકા એટલે કે 85,046 હજાર મકાનો બની શક્યા હતા. તે પણ 2014 પછી જ વધારે બંધાયા હતા. તેનો મતલબ કે અગાઉની સરકાર ગરીબ વિરોધી સરકાર હતી. અગાઉની તમામ ભાજપ સરકારો કરતાં વિજય રૂપાણીની સરકારે સૌથી સારી કામગીરી કરી છે. 2015-16માં 18,574 અને 2016-17માં 35,258 મકાનો ગરીબો માટે બનાવ્યા હતા. જે અગાઉની તમામ ભાજપ સરકાર કરતાં સૌથી વધું હતા. તે મકાનો લેવા માટે જે અરજી આવી હતી તે 30 ગણી વધારે હતી. 2012થી 2017 સુધી સરકારે રૂ.3972 કરોડનું ખર્ચ કર્યું હતું. ગુજરાતને સંપૂર્ણ ઝુંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સરકારે રૂ.2521 કરોડનું ખર્ચ કર્યું હતું. પણ આજે ઝૂંપડાતો એમના એમ જ છે. એ નાણાં ક્યાં વપરાયા એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. જોકે ભાજપે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે રૂ.33,000 કરોડના ખર્ચે 50 લાખ મકાનો બનાવશે જેમાં 28 લાખ ગામડામાં અને 22 લાખ શહેરોમાં. જેમાં
આ અંગે વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેટર અમી રાવત અને એમ.એસ. યુનિવર્સિટીના સેનેટર નરેન્દ્ર રાવતે મુખ્ય પ્રધાનને રજૂઆત કરીને કહ્યું હતું કે, ગરીબોને સ્લમ ફ્રીના નામે મફત મકાનો આપવાની વિવિધ સરકારી યોજનાના હજારો મકાનોના બાંધકામમાં ભ્રસ્ટાચાર થયો છે. કોન્ટ્રાકટરો- બિલ્ડરો ધ્વરા નીચલી ગુણવતાનું મટીરીયલ વાપરતા તમામ મકાનોની હાલત ઝર્ઝરિત છે. જેના ભાગરૂપે નાગરિકો મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. તમામને ખાલી કરવામાં આવે અને તેમને ભાડું આપવાના બદલે વૈકલ્પિક મકાનોની વ્યવસ્થા કરવામાં આવે. તમામ આવાસ યોજનાઓના મકાનોની સ્ટ્રકચરલ સેબીલીટીની તપાસ કરવાની માંગણી કરી છે. કોઈ પણ સરકારી યોજનાઓના આવાસોમાં વધુમાં વધુ ગ્રાઉન્ડ સાથે ૩ માળના મકાનો જ બનાવવા માંગણી કરી છે.
આજે ૨૮ મી ઓગસ્ટ ,બરાબર 5 વર્ષ પહેલા સન 2013માં એક કરુણ ઘટનામાં 11 નાગરિકોના મોત થયા હતા. માધવનગર ખાતે સરકારે બનાવેલા વુડાના મકાનો ધરાશઈ થયા હતા. તે વખતે 4-વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા ધરતીકંપ સામે પણ ન પડે તેવા મજબૂત જાહેર કરાયા હતા. પરંતુ આજે 5 વર્ષ થયા છતાં નાગરિકોને મકાન નથી કે વૈકલ્પિક મકાનો આપવામાં આવ્યા નથી. આ જ કરુણ ઘટનાની બે દિવસ પહેલા રક્ષાબંધનના દિવસે અમદાવાદ ઓઢવ ખાતેના સરકારે બનાવેલા ઔડાના મકાનો પડી ગયા છે. જેમાં નાગરિકો બચી ગયા છે. 1 વ્યકિતનું મોત નીપજ્યું છે. 4 ઘાયલ થયા છે કુદરતી મોટી હોનારત થતા બચી ગઈ છે. આ ખૂબ ગંભીર ઘટના છે.
દરેક જિલ્લામાં આવા 200થી વધારે સરકારી અને અર્ધસરકારી મકાનો અત્યંત ખરાબ હાલતમાં છે. સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા અને 8 મહાનગર મળીને 8,000થી વધારે મકાનો રહેવા લાયક નથી. તે ગમેત્યારે પડી શકે છે. તેથી સરકારે તુરંત આવા ખરેખર કેટલાં મકાનો છે તે શોધી કાઢવા માટે સરવે કરીને તેને તોડી પાડવા જોઈએ. તેમાં મોટાભાગના તો ભાજપની સરકારો આવી છે ત્યારના બનેલા છે.
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં જે આર્થિકરીતે નબળા વર્ગના લોકો માટેના મકાનોની હાલત ખૂબ ગંભીર,જાર્જ્રીત હોવાથી ઘણા પ્રશ્નો સર્જાયા છે. 25 વર્ષમાં સરકાર ધ્વરા EWS, LIG, MIG, તથા ઇન્દિરા આવાસ યોજના, રાજીવ આવાસ યોજના, સરકારી કર્મચારી માટે EWS યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની હાલત ખૂબ જ ઝર્ઝરિત છે. જે મકાનો ટુંક સમયમાં પડી જાય તેવી સ્થિતિ જોતાં નાગરિકો માટેના મોતના કૂવા સમાન છે. અને જેના ઉદાહરણરૂપ વડોદરાના માધવનગર અને અમદાવાદની ઓઢવના મકાનો છે. જે પડી જવાથી કરુણ ઘટનાઓ સર્જાઈ છે. લોકો બેઘર અને નિરાધાર અને આર્થિકરીતે પાયમાલ થઇ ગયા છે.
35 વર્ષ પહેલાં હાઉસીગ બોર્ડ અને R&B ના સુપરવીઝન હેઠળ બનેલા આવાસો આજે અને 2001ના ધરતીકંપમાં પણ અડીખમ હતા. છેલ્લાં 25 વર્ષમાં બન્યા છે, જેમાં ખૂબ મોટા પાયે ભ્રટ્રાચારના કારણે તમામ યોજનાના મકાનો ઝર્ઝરિત હાલતમાં છે. જે આ તમામ આવાસ યોજનાઓના મોડેલ મૂળમાં જ ભ્રટ્રાચાર છે. જેમાં ભ્રષ્ટાચારી રીતે બનાવેલા ટેન્ડરમાં બિલ્ડરોને ડીઝાઇનથી લઈને મકાન બાધકામ સુધીની તમામ સત્તા અને જવાબદારી સોપવામાં આવે છે. જેમાં સુપરવીઝનમાં હંગામી કોન્ટ્રાકટ દ્વારા થર્ડ પાર્ટીને સોપવામાં આવે છે. જેથી સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી થતી નથી. બાધકામ માટે નક્કી કરેલી ગુણવત્તાને બદલે ખુબ નીચલી કક્ષાનું બાધકામ કરીને ગુણવત્તાને અભરાઈએ મૂકીઅને બેફામ ભ્રટ્રાચાર અધિકારીઓ, ભાજપના નેતાઓ અને બિલ્ડરો કરે છે .જેના ભોગ નાગરિકો બને છે.
સરકારી આવાસ યોજનાના મકાનોને બાંધવાની કિમત લકઝુરીયસ મકાનો જેટલી હોય છે. સરકારનો દ્રષ્ટિકોણ ગરીબોના મકાનોને દાનમાં આપતા હોય તેમ તેમાં કરોડો રુપિયાની ખાયકી કરવામાં આવે છે.
- તેથી છેલ્લા 25 વર્ષમાં બનેલી તમામ આવાસ યોજનાઓના મકાનોની સ્ટ્રકચરલ સેબીલીટીની તપાસ માટે આદેશ કરવામાં આવે છે. તજજ્ઞો કમિટીની રચના કરવામાં આવે જેની તપાસ બાદ એના રીપોર્ટ જાહેર કરવામાં આવે.
- આ તપાસમાં જે આવાસ યોજનાના મકાનો ભયજનક છે. તેને તમામને ખાલી કરવામાં આવે અને તેમને ભાડું નહી પણ વૈકલ્પિક મકાનોની વ્યવસ્થા કરવામાં આવે.
- જે આવાસ યોજનાના મકાનોનામાલિકોને તેમના મકાનો પડી ગયા છે કે ભયજનક રીતે ખાલી કરવાના હોય તેમને વૈકલ્પિક વ્યવસ્થા સાથે કે આર્થિક વળતર આપવાની માંગણી કરીએ છીએ.
- જે આવાસ યોજનાના મકાનો ભયજનક જાહેર થાય તે યોજના પર તપાસ કમિટીની નિમણુક કરી જવાબદારો પર કાયદાકીય પગલાં લેવામાં આવે અને સમય મર્યાદા પહેલાં ભયજનક જાહેર થયા હોય તેમના પર તપાસ મૂકી ફોજદારી કેસ કરવામાં આવે.
- લગભગ તમામ આવાસ યોજનાઓમાં પાણી, ગટર અને લાઈટ, સફાઈ બાબતે જે તે લોકો પોતે મેન્ટેન્સ કરે છે.પરંતુ મકાનોની ગુણવત્તા ખરાબ હોવાથી પાણીના લીકેજ તથા સિમેન્ટ-રેતી વગેરેના મટીરીયલ્સમાં ભ્રટ્રાચારના કારણે મકાનો ઝર્ઝરિત બને છે.જે મકાનો ઝર્ઝરિત છે. ભયજનક ન હોય તેવાનું મેઈન્ટેનન્સ સરકાર જે તે બિલ્ડર પાસે કરાવે તે માંગણી છે.
- સમગ્ર ગુજરાતમાં અત્યારે પીપીપી મોડેલવાળી મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજનામાં હજારો કરોડોનો ભ્રટ્રાચાર થઇ રહ્યો છે. અને સરકારની હજારો કરોડની જમીનો બિલ્ડરોને પધરાવી દેવામાં આવે છે જેમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.. જે આ આવાસોની યોજના બંધ કરાવવા માંગણી.
- સામાન્ય રીતે ઝુપડામુક્ત શહેરો અને ગરીબોને મફત મકાન આપવાની યોજનાઓમાં 5 માળથી વધારે ન બાંધવા જોઈએ. જેમાં મેઈન્ટેનન્સની કિમત, લીફ્ટ, પીવાનું પાણી મોટર દ્વારા ચડાવવું,સફાઈ તથા અન્ય મેઈન્ટેન્સ ખૂબ મોઘું થાય છે.
- એક તરફ ઝુપડામાં રહેતા નાગરિકોને 13 માળના મકાનોમાં લીફ્ટ, લાઈટ, પીવાનું પાણી તથા તમામ સુવિધાના પૈસા ખર્ચવાની આર્થિક હાલત હોતી નથી. જેથી બિલ્ડીંગોમાં લીફ્ટ અને અન્ય સુવિધાઓ ટુંક સમયમાં ભાંગી પડે છે. જેથી આ મકાનો ટુંક સમયમાં જ ભયજનકમાં જ આવી જાય છે.
આ બાબતે આદોલન કરવામાં આવશે અને સરકારી આવાસો મોતના કુવા સમાન છે તેનાથી નિર્દોષ નાગરિકોને મોતના મુખમાંથી બચાવવા સરકારના આવાસોના ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું.