સાડા પાંચસો વર્ષ પછી જ્યાં ઢોલનો અવાજ સંભળાય છે, 140 મહિલાઓએ કેમ મોત વહાલું કર્યું 

કચ્છના વાગડમાં આવેલા વ્રજવાણી સતી સ્મારક ખાતે 554 વર્ષ પહેલાં ઢોલીના ઢોલની બનેલી આ ઘટના આજે પણ કચ્છના લોકો યાદ કરે છે. નેસમાં અખાત્રીજના મેળામાં યુવાનો મલ્લ-કુસ્તી કરી રહ્યા હતા, બાળકો હીંચકા ખાઈ રહ્યા હતા અને નેસડાની 140 આહિર મહિલાઓ ઢોલના તાલે કદમતાલ મિલાવી રાસ રમી રહી હતી.

આહિર પુરૂષોએ જોયું તો મહિલાઓ રાસ રમવામાં મશગુલ હતી. આહિરોએ ગુસ્સામાં આવી ઢોલીનું માથું  તલવારથી કાપી નાખ્યું પણ ઢોલીનાં હાથ ઢોલ વગાડી રહ્યો હતો. મહિલાઓ રમતી અટકી ગઈ હતી પણ તેમણે ઘરે જવા ઇનકાર કરી તેઓ એ સંગીતના પ્રેમ વિયોગમાં તરત એ જગ્યા એ પ્રાણ ત્યાગ કર્યો હતો.

આ સ્થળે સતીઓના 140 પાળિયા છે, ઢોલીનો પાળિયો છે. હવે ત્યાં સતી સ્મારક બની ગયું છે, જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધરતા એક ‘બિટ’ સંભળાય છે, માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે. વિજ્ઞાન યુગમાં વર્ષોથી સંભાળતી દાંડીયા રાસની આ રમજટ આજે પણ સંભળાય છે. કાન માંડીને લોકો સાંભળે છે.

ઘટના બાદ 500 વર્ષ સુધી આહિરોએ આ સ્થળનું પાણી લેવાનું બંધ કર્યું હતું. જે ચાર વર્ષ પહેલા અહીં સ્મારકના ભૂમિપૂજન બાદ પાણી ગ્રહણ કરાયું હતું. જેમ જેમ લોકોને અહીંના ઢોલીના ઢબુકતાં ઢોલની ખબર પડે છે તેમ પ્રવાસીઓ સતત આવતાં રહે છે.

સ્મારકની નજીક સતીઓની યાદગીરીમાં અગાઉ તળાવની વચ્ચે 140 કૂવા બનેલાં હતા. જેમાં કેટલાંક કુવામાં પાણી પણ છે.