સાત લાખ ઝુંપડાઓને સ્થાને પાકા મકાનું ભાજપનું વચન ફોક

ગુજરાતના શહેરી વિકાસ વિભાગે ઈ.સ.2010માં ઝૂંપડપટ્ટી પુનઃવસવાટ અને પુનઃવસન નીતિ બનાવી હતી. જેમાં ઝુંપડામાં રહેતાં 7 લાખ લોકોને પાકું મકાન બનાવી આપવાની જાહેરાત કરી હતી. વળી 2012ની ચૂંટણીમાં ”ઝૂંપડું ત્યાં પાકું ઘર અને ઘરનું ઘર”નું ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું. જે પુરું તો ન કર્યું પણ રાજ્યભરમાં ગરીબોને ધંધાથી દૂર કરી દેવાની ઝૂંબેશ શરૂ કરી છે. ગરીબોને રસ્તા પર ધંધો કરતા અટકાવીને તેમને ખદેડાવમાં આવી રહ્યાં છે.

ભાજપ સરકારે મુખ્યમંત્રી આવાસ સમૃદ્ધિ યોજના અંતર્ગત 8 મહાનગરો, 159 નાના અને મધ્યમ શહેરોમાં આવેલા 7 લાખ ઝૂંપડાવાસીઓને નળ-ગટર- રસ્તા અને વીજળી જેવી બુનિયાદી સવલતો સાથે 25 ચોરસ મીટરનુ મકાન આપવા શહેરી વિકાસ વિભાગે જાહેરાત કરી હતી. જેમાં સ્થળાંતરીત થતાં ઝૂંપડાને બાદ કરતાં એક પણ ઝુંપડાના સ્થાને પાકુ મકાન સરકારે બનાવી આપ્યું નથી. ત્યારે ઝુંપડપટ્ટી ફ્રી શહેરો જાહેર કરાયા હતા.

2013માં આ નીતિ નિષ્ફળ રહેતાં ઝૂંપડપટ્ટીના સ્થાને પ્રાઈવેટ બિલ્ડરોને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ હેઠળ તે જ સ્થળે પુનઃવસન અને પુનઃવસવાટ- 2013ની નવી નીતિ જાહેર કરી હતી. જેમાં ઝૂંપડાવાસીઓને 2 રૂમ, રસોડુંને ટોઇલેટ, બાથરૂમના મકાન આપાવાની વાત હતી. જ્યાં 500 મકાનોની વસાહતોમાં આંગણવાડી અને દવાખાનું બનાવવાની હતી.

બિલ્ડરને મહત્તમ ૩ FSI, વધતી જમીનમાં ફ્રી હોલ્ડ હક્ક. પુનઃવસન કર્યા બાદ ખાલી જમીન બચે તો તે પ્રાઈવેટ ડેવલપર્સને ફ્રી હોલ્ડ હક્ક મળશે. ડેવલપર તેના પર કોર્મિશયલ કે અન્ય હેતુ હેઠળ બાંધકામ કરી નફો મેળવશે. મહત્તમ ૩ એફએસઆઈ મળશે. શરતોને આધિન વધારાની એફએસઆઈનો અન્યત્રે ઉપયોગ થઈ શકશે. જ્યાં બિલ્ડરોને ફાયદો થતો હતો ત્યાં આવી થોડી વસાહતો બની છે. પણ તેમાં બિલ્ટરોએ કરોડોનો નફો કમાઈ લીધો છે.