નર નારાયણ આશ્રમનાં પુજારી મનસુખભાઈ રામાવતે ગૌચરમાં થઈ ગયેલા દબાણ અને તેમને જાનથી મારી નાંખવાની ધમકી ગુંડાઓએ આપતાં કલેકટરને નોટિસ આપીને જીવતાં સમાધિ લઈ લેવાની ચીમકી આપી છતાં સત્તાધીશોને કોઈ અસર થઈ નથી. ભાજપ સરકારે પણ કોઈ કાર્યવાહી કરી ન હોવાથી આવી જાહેરાત કરવી પડી છે. આ સરકાર બહેરી અને આંધળી હોવાથી લોકોએ પોતાની વાજબી માંગણી માટે પણ કાંતો જીવતાં સળગી જવું પડે છે અથવા આત્મહત્યા કરવી પડે છે. પણ હવે સાધુએ જીવતા સમાધિ લેવી પડી રહી છે.
લાઠીનાં ભીંગરાડ ગામના સ.નં. 86-1 ઉપરના ગૌચરની જમીનમાં ગામના ઉદ્યોગપતિ માણેક શામજી લાઠીયા ઘ્વારા દબાણ કરેલું છે. તે બાબતે તેઓ છેલ્લાં 6 માસથી રજૂઆતો કરેલી છે. તેમ છતાં કલેક્ટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં ગુજરાત વડી અદાલતમાં જાહેર હીતની અરજી કરી છે. જે સંદર્ભે માણેક લાઠીયા તથા તાલુકા વિકાસ અધિકારીને નોટીસ આપી છે.
નોટિસ મળતાં જ માણેક લાઠીયાએ પોતાની સાથે કામ કરતાં ઈસુબ હાજીને તેમને મારી નાખવાની તથા મારા આશ્રમમાં ટોળા આવીને મોબ લીંચીગ ઊભું કરીને મારી નાંખવાની ધમકી આપી હતી.
આશ્રમ પર 29 ઓક્ટોબર 2018ના રોજ સાંજે ટોળા સાથે આવીને મંદિરની મૂર્તિ તોડી ખંડિત કરીને હિન્દુ-મુસ્લીમનાં તોફાનો થાય તેવું કાવતરૂં કરનાર માણેક શામજી લાઠીયાએ તોફાનો કરાવવા કાવતરું કર્યું હતું.
માણેક લાઠીયા કોંગ્રેસના કાર્યકર છે અને ભાજપની સરકાર બદનામ થાય તેવું કાવતરું કરીને તોફાન કરાવેલું તેની પોલીસ ફરિયાદ કરી છે. તેમ છતાં પોલીસ કે સરકાર દ્વારા કોઈ પગલાં ભરાયા નથી, કે FIR લાખળ કરવામાં આવી નથી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારે તેમણે પત્રમાં લખ્યું છે કે, હું સાધુ હોવા છતાં મને એવું લાગે છે કે, ઉદ્યોગપતિના ઈસારે પોલીસ કાર્યવાહી કરે છે. જેથી હું 30 ઓક્ટોબર 2018થી ઉપવાસ ઉપર ઉતરેલો છું. હવે સમાધી લઈશ.