છેલ્લાં ત્રણ-ચાર દિવસથી શિયાળાના વાયરા વાય રહ્યાં છે ત્યારે આજે અચાનક જ સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં હવામાનમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવાર બાદ બપોરે એકદમ ઉકળાટ વધી ગયો અને ગણતરીની મિનિટોમાં પવન સાથે વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા હતા.
પોશીના પંથકમાં વરસાદ પડતાં રવિ પાક જેવાં કે અડદ, કપાસ, મકાઇના પાકને નુકસાન જવાની ખેડૂતોને ચિંતા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સાબરકાંઠાના આ વિસ્તારમાં ઓછો વરસાદ પડતાં ખેડૂતો દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ ઉઠી હતી. તેમાંય કુદરત અધૂરામાં પૂરું કરવા બેઠી હોય તેમ આજે કમોસમી વરસાદ પડતાં પાકને વધુ નુકસાની જવાની ભીતિ સેવાય રહી છે.
સાબરકાંઠા વિસ્તારમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એકબાજુ વહેલી સવારે ઠંડીના ચમકારાની વચ્ચે બપોરે એકદમ ઉકળાટ વધી જતો હતો. ત્યારે અચાનક જ આજે વાતાવરણમાં પલટો આવી ગયો હતો