રાજ્ય સરકારે ખેડૂતોની જમીનની ભૂગર્ભ સેટેલાઈટ સર્વે કરી ડિજિટલ કરવામાં આવી હતી. પરંતુ સર્વે દરમિયાન દસ્તાવેજોમાં અનેક ક્ષતિઓ સર્જાઈ હતી. જે ક્ષતિઓ દૂર કરવા માટે ખેડૂતોએ સર્વે કરવા અને ક્ષતિઓ દૂર કરવા માટે લેખિત માંગણી કરેલી હોવા છતાં હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી.
રાજ્ય સરકારે ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવા માટે ભૂગર્ભ સેટેલાઈટ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ સર્વે દરમિયાન જિલ્લામાં અનેક ખેડૂતોને જમીન માપણીમાં ક્ષતિઓ આવી હતી. એક જ સર્વે નંબરમાં આવેલી જમીનોમાં એક ખેડૂતની જમીન બીજા ખેડૂતના નામે થઈ ગઈ હોવાથી ખેડૂતોએ સર્વેમાં થયેલી ક્ષતિઓ દૂર કરવા માટે જિલ્લા લેન્ડ રેકર્ડ વિભાગમાં લેખિત અરજીઓ કરી ક્ષતિના નિવારણ માટે રી સર્વેની માંગણી કરી છે. 2016ના વર્ષમાં કરવામાં આવેલી લેખિત રજૂઆતનો કોઈ નિવેડો ના આવવાથી ખેડૂતોએ કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં 2011ના વર્ષમાં ભૂગર્ભ સેટેલાઈટ માપણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના 710 ગામોના ખેડૂતોની જમીનના દસ્તાવેજોને ડિજિટલ કરવામાં આવ્યા હતા. પરંતુ અનેક ખેડૂતોના દસ્તાવેજોમાં ક્ષતિઓ સર્જાઈ છે. જેમાં 2016ના વર્ષમાં પ્રમોગેશન થયું હતું અને ખેતીના 7/12 અને 8 અ ના ઉતારામાં જમીનના નકશાનો સમાવેશ પણ કરાયો હતો. જોકે તેમાં ક્ષતિઓ હોવાથી જિલ્લાની 19440 જેટલી ક્ષતિઓ દૂર કરવા માટેની વાંધા અરજીઓ આવી હતી. તેમાંથી ત્રણ વર્ષની કામગીરી માં માત્ર 9000 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. હજુ 10000 જેટલી વાંધા અરજીઓ પેન્ડિંગ છે, ત્યારે સરકારના આદેશ અનુસાર 31 ડિસેમ્બર સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાની છે, જો કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી હોય તો 80 કર્મચારીઓની વધારાની નિમણૂંકની જરૂરિયાત છે