ધરોઇ બંધમાં પાણીનું સ્તર 5 વર્ષમાં સૌથી નીચુ ગયું છે. 17.63 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જેમાંથી 11.36 ટકા પાણી ઉફયોગી છે. બાકીનું નકામું છે.
મે મહિ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને 18.50 કરોડ લિટર પાણી રોજનું વપરાશ માટે આપવામાં આવતું હતું પણ પાણીની નબળી સ્થિતિને લઇને હવે 16.90 કરોડ લિટર પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં મહેસાણામાં 70 લાખ લિટર, પાટણમાં 50 લાખ લિટર અને બનાસકાંઠામાં 40 લાખ લિટર પાણી ઓછું આપવામાં આવી રહ્યું છે.
2005થી 2018 સુધી ધરોઈ બંધમાં 14 વર્ષ ૩ વર્ષ જૂનના છેલ્લા સપ્તાહમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ હતી. 11 વર્ષ એવા છે કે જેમાં 2 જુલાઇથી 16 જુલાઇ સુધીમાં વરસાદી પાણીની આવક નોંધાઇ હતી.
જો સારો વરસાદ થશે તો વાંધો નહીં આવે નહીંતર આવતાં વર્ષે બંધનું પાણી નહીં મળે. અમદાવાદ શહેરે ધરોઈ બંધ બનાવવા હિસ્સેદારી અને ખર્ચ આપ્યું હતું. પહેલાં ધરોઈ બંધમાંથી જ અમદાવાદ શહેરને પીવાનું પાણી સાબરતમતી નદીમાં પહેવડાવીને આપવામાં આવતું હતું. પણ હવે કરાર ભંગ કરીને તે આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
જ્યારથી અમદાવાદને પાણી આપાવું બંધ કર્યું છે ત્યારથી ઉફરવાસ રાજસ્થાનમાં વરસાદ પડવાનું ઓછું થઈ ગયું છે. તેથી બંધમાં પણી પૂરું ભરાતું નથી. સાબરમતી નદીમાં ભાગ્યે જ પાણી છોડવામાં આવે છે.
ઈ.સ.1978માં બનેલા બંધનો હેતુ સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન અને પૂરનિયંત્રણ છે. 19 ગામો આંશિક અને 28 ગામો સંપૂર્ણપણે ધરોઈ બંધમાં ડૂબી ગયા હતા. 349 હેક્ટર જંગલ જમીન, 2727 હેક્ટર પડતર જમીન અને 7489 હેક્ટર ખેતીલાયક જમીન આ બંધના પાણી હેઠળ ડૂબી ગયેલી છે.
બંધમાંથી ડાબી અને જમણી બંને બાજુએથી 74 કિ.મી. નહેરો કાઢેલી છે. 2007માં 31,393 હેક્ટર જમીનમાં બંધ દ્વારા સિંચાઈ થઈ હતી. બંધની ઉંચાઈ 45 મીટર છે. બંધની કુલ લંબાઈ 1.2 કી.મી. છે. ટર્બાઈનોની 1.4 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા છે.
22 ઓગષ્ટ 2016માં રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સાબરમતી નદીમાં 10 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. બંધની ભયજનક સપાટી 622 ફુટ છે.
અમદાવાદથી વિસનગર, ખેરાલુ અને દાંતા થઈને અંબાજીના રસ્તે જતાં ખેરાલુ પછી સતલાસણા ગામથી ધરોઈ બંધ 9 કી.મી. દૂર છે. અમદાવાદથી ધરોઈ બંધનું અંતર 150 કી.મી. છે. દાંતાથી 24 કી.મી. દૂર છે.