સામાજીક સેવા બદલ લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરાને ત્રણ એવોર્ડ

અમરેલી જિલ્‍લાનાં વતનના રત્‍ન, ઔદ્યોગિક તથા સેવારત્‍ન એવા કેળવણીકાર તથા પટેલ સંકુલ, એન્‍જિનિયરીંગ અને મેડિકલ કોલેજના સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા બંધુઓ સ્‍થાપિત લક્ષ્મી ડાયમંડ કંપની પ્રા.લિ.ને જેમ્‍સ એન્‍ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ ઘ્‍વારા વર્ષ 2016-17નાં ત્રણ રાષ્‍ટ્રીય એવોર્ડ કેન્‍દ્રીય ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુના વરદ હસ્‍તે અર્પણ કરાયા હતા.

કાઉન્‍સિલ ઘ્‍વારા લક્ષ્મી ડાયમંડને પોલિસ્‍ડ હિરાનું સૌથી વધુ ઉત્‍પાદન, નિકાસ અને સમગ્ર ભારતમાં સૌથી ઝડપી વિકાસ કરતી કંપની તથા કંપની ઘ્‍વારા સૌથી વધુ સારી સામાજિક તથા સેવાકીય જવાબદારી અદા કરવાના ત્રણ રાષ્‍ટ્રીય પારિતોષિકો સતત ચોથા વર્ષે લક્ષ્મી ડાયમંડને ફાળી આવ્‍યા છે.

લક્ષ્મી ગૃપ ઓફકંપનીનાં ચેરમેન વસંતભાઈ ગજેરા, એમ.ડી. ચુનીભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા, ગીરધરભાઈ ગજેરા તથા બકુલભાઈ ગજેરા પર અભિનંદન આપ્યા હતા.
અમરેલીમાં પટેલ સંકુલની સ્‍થાપના, વિદ્યાસભા તથા એન્‍જિનિયરીંગનું સફળ સંચાલન, મેડિકલ કોલેજ તથા મોબાઈલ મેડિકલ વાન ઘ્‍વારા તબીબી સેવા, સુરતમાં વાત્‍સલ્‍યધામ અનાથ આશ્રમ, ગજેરા વિદ્યાભવન, સરીગામ શૈક્ષણિક સંકુલ, પુર-દુષ્‍કાળ સમયે આર્થિક તથા તબીબી સહાય, મંદિરો, દેવાલયો અને સામાજિક ભવનોનાં નિર્માણમાં સખાવત, લક્ષ્મી ડાયમંડ હોસ્‍ટેલમાં નિરાધાર વિદ્યાર્થીનીઓને ફી માફી એમ વિધવિધ સેવા પ્રવૃતિની રાષ્‍ટ્રીયકક્ષાએ નોંધ લઈને ભારતમાં સર્વશ્રેષ્ઠ સેવા કરતી કંપની તરીકેનું બિરૂદ મળ્‍યું છે.