સાયકલ પર ફરેલાં અમિત શાહની સંપત્તિ 30 વર્ષમાં કેટલી વધી ?

અમદાવાદ, કેન્દ્રના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ અમિત શાહે બુધવારે નવનિર્મિત ફલાયઓવર બ્રિજના લોકાર્પણ  સંબોધન કરતા કહ્યુ, આ રસ્તો મારા માટે ૩૦ વર્ષ જુનો છે. આ રસ્તેથી હુ અનેકવાર સાયકલ ઉપર નીકળતો હતો. બસમાં પણ મુસાફરી કરી હતી. પક્ષના એક કાર્યકર તરીકે પોસ્ટરો અને પડદા લગાવ્યા હતા.

આજે પણ કોઈ વાહન નથી

અમિત શાહે સાયકલ પર ફરતાં હોવાનું જાહેર તો કર્યું પણ આજે તેમની પાસે કોઈ વાહન નથી. તેનો મતલબ કે તેમની પાસે હવે સાયકલ છે કે કેમ તે એક સવાલ છે. પણ કોઈ કાર નથી. શાહે ખુદની કે તેમનાં પત્ની પાસે કોઈ વાહન ન હોવાનું શોગંદનામા પર ચૂંટણી પંચ સમક્ષ જાહેર કર્યું છે.

સાયકલ પર ફરતાં શાહની સંપત્તિ 30 વર્ષમાં કેટલી થઈ  ?

ગાંધીનગરની બેઠક ઉપરથી આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરી, જેમાં તેમણે કુલ રૂ. 38 કરોડ 85 લાખની સંપત્તિ જાહેર કરી હતી. ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ સાત વર્ષમાં તેમની સંપત્તિમાં 300 ટકાનો, જ્યારે તેમના પત્ની સોનલબહેનની આવકમાં પાંચ વર્ષ દરમિયાન 16 ગણો વધારો થયો છે. ગાંધીનગરના સૅક્ટર-1માં (3511 ચોરસ ફૂટ) અમદાવાદના શીલજ ખાતે (59,891 ચોરસફૂટ)ના બિન-ખેતીલાયક પ્લૉટ ધરાવે છે, જેની કુલ બજારકિંમત રૂ. છ કરોડ 26 લાખ જણાવવામાં આવી છે. માણસા ખાતે 8,536 ચોરસ ફૂટનું, અમદાવાદના થલતેજ ખાતે 3,848 ચોરસ ફૂટનું રહેણાંક મકાન ધરાવે છે.

અમિત શાહે કરેલા સોગંદનામા પ્રમાણે તેમની આવક અને સંપત્તિની યાદી અહીં આપી છે

1 – 53.90 પોતાની અને 2.30 કરોડ પત્નની વર્ષે આવક

2 – 14.97 કરોડ વારસાગત મિલકત્ત
3 – 3.26 કરોડ સ્વપાર્જિત મિલકત
4 – 18,89,710 બેંકમાં થાપણ
5 – 18,72,172 પત્નીના નામે બેંકમાં થાપણ
6 – 17.59 કરોડ18 હજાર શેર્સમાં રોકાણ
7 – 4.36 કરોડ પત્નીના નામે શેર્સમાં રોકાણ
8 – 1.55 કરોડ સોલામાં મકાન
9 – 1.50 કરોડ આશ્રમ રોડ પર મકાન
10- 1.50 કરોડ થલતેજમાં બંગલો
11 – 15 લાખનું મેમનગરમાં મકાન
12 – 2.50 લાખનું માણસામાં મકાન
13- 1.25 કરોડ ખેડૂત ન હોવા છતાં દસક્રોઈ તાલુકાના લીલાપુર ગામ ખાતે (1.4 એકર) ખેતીલાયક જમીન 14- 6.26 કરોડ બિનખેતીની જમીન, ખેતીની જમીન, વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે 10.48 એકર જમીનમાં 40-40 ટકા ભાગ હોવાનું જાહેર કર્યું છે.

15- 12.24 કરોડ કુલ મિલકત્ત
16- 15.77 લાખ બેંકની લોન
17-31.92 લાખ પત્નીના નામે લોન

18 – 770 ગ્રામ સોનાના દાગીના, સાત કૅરેટ હીરાના દાગીના અને 25 કિલોગ્રામ ચાંદી છે, જે તેમને વરાસામાં મળ્યા છે. જ્યારે 160 ગ્રામ સોનાના દાગીના ખુદે ખરીદ્યા છે.

19 – શાહનાં પત્ની સોનલબહેન પાસે એક કિલો 620 ગ્રામ સોનું છે અને 63 કૅરેટ હીરાના દાગીના છે.

20 – શાહે ખુદની કે તેમનાં પત્ની પાસે કોઈ વાહન ન હોવાનું જાહેર કર્યું છે.

સાયકલ કરતાં સંપત્તિનો વિવાદ વધું

ડિસેમ્બર-2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વેળાએ શાહ અને તેમનાં પત્નીએ કુલ રૂ. 1.90 કારોડ જંગમ તથા રૂ. 6.63 કરોડની સ્થાવર મિલ્કતો દર્શાવી હતી. આમ ડિસેમ્બર-2012 દરમિયાન શાહની કુલ સંપત્તિ 8.53 કારોડની સંપત્તિ છે. માત્ર પાંચ વર્ષના ગાળામાં શાહની સંપત્તિમાં ‘300 ટકાનો ઉછાળો’ જણાતા વિપક્ષે તેની ઉપર સવાલ ઉઠાવ્યા હતા. જુલાઈ-2017માં શાહે (પત્ની સહિત) કુલ રૂ.19 કરોડ એક લાખની જંગમ સંપત્તિ જાહેર કરી હતી, જે માર્ચ-2019માં ગાંધીનગર લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે લગભગ રૂ.23 કરોડ 55 લાખની સંપત્તિ જાહેર કરી હતી. આમ ગત 21 મહિના દરમિયાન શાહની સંપત્તિમાં 24 ટકાનો વધારો થયો હતો.

વિવાદ વકરતા ભાજપ દ્વારા નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માતા કુસુમ બહેનના નિધન બાદ તેમની રૂ. 18 કરોડ 85 લાખની સંપત્તિ 2013માં કોર્ટના નિર્દેશથી શાહને મળી હતી, જેથી તેમની કુલ સંપત્તિમાં રૂ. 29 કરોડ 84 લાખની થઈ હતી.

ઉમેદવારી કરતી વેળાએ બજાર કિંમતમાં વધારો થતાં આ સંપત્તિ રૂ. 34 કરોડ 31 લાખ ઉપર પહોંચી ગઈ . 2017માં રાજ્યસભાની ઉમેદવારી વખતે શાહે (પત્નીની સંપત્તિ સાથે) રૂ. 19 કરોડ  જંગમ તથા રૂ. 15.30 કરોડ સ્થાવર મિલકતો જાહેર કરી હતી.

નાણાંકીય વર્ષ વર્ષ 2013-14 દરમિયાન શાહની પત્નીની આવક રૂ. 14.55 લાખ  2017-’18 દરમિયાન વધીને બે કરોડ 30 લાખ 82 હજાર 360 ઉપર પહોંચી ગઈ હતી.

પાંચ વર્ષ દરમિયાન સોનલબહેનની વાર્ષિક આવકમાં લગભગ 16 ગણી વૃદ્ધિ થઈ હતી. શાહે આઈટી રિટર્નમાં નાણાકીય વર્ષ 2017-18 માટે કુલ રૂ. 53,90,970ની આવક દર્શાવી હતી.

કૉંગ્રેસના પ્રવક્તા મનિષના કહેવા પ્રમાણે, “શાહે તેમની માલિકીના અંદાજિત 317 વર્ગ મીટરના પ્લોટની કિંમત રૂ. 25 લાખ દર્શાવી છે, જે વાસ્તવમાં 66.55  લાખ થાય છે.”

સ્થાવર મિલકતો કેટલી છે ?

વડનગરના કરબટિયા ગામે ૨૦૯૫૪ એકર ખેતીની જમીન – ૧.૬૦ કરોડ
દસ્ક્રોઈના લીલાપુર ગામે ૧૪૦૮ એકર ખેતીની જમીન – ૪૫.૬૧ લાખ
ગાંધીનગરના પ્લોટ-૫૧૦ ઉપર ૩૫૧૧.૪૩ ફૂટમાં મકાન – ૨૬.૦૦ લાખ
શીલજમાં બંગલો – ૬.૦૦ કરોડ
સોલા-શપથમાં ૨૬૯૦ ફૂટ ઉપર કમર્શિયલ મકાન – ૧.૫૫ કરોડ
સૂર્યા કોમ્પલેક્સ, ગુરુકુળ ખાતે ૨૯૩ ફૂટની શોપ – ૧૫.૦૦ લાખ
માણસામાં ૮૫૩૬ ફૂટનું મકાન – ૨.૫૦ લાખ
થલતેજમાં રોયલ ક્રેસેન્ટ સુદિપ સોસાયટીમાં બંગલો – ૩.૦૦ કરોડ
રિટર્નમાં બતાવેલી આવકની વિગતો

વર્ષ પોતાની આવક પત્નીની આવક

૨૦૧૩-૧૪ ૪૧.૯૩ લાખ ૧૪.૫૬ લાખ

૨૦૧૪-૧૫ ૨૫.૬૩ લાખ ૩૯.૭૬ લાખ

૨૦૧૫-૧૬ ૨૮.૬૨ લાખ ૧.૫૬ કરોડ

૨૦૧૬-૧૭ ૪૩.૬૮ લાખ ૧.૦૬ કરોડ

૨૦૧૭-૧૮ ૫૩.૯૧ લાખ ૨.૩૧ કરોડ

સંપત્તિઓની વિગત

મિલકત  – પોતાની – પત્નીની

જંગમ ૧૮.૨૪ કરોડ ૫.૩૧ કરોડ

સ્થાવર ૧૨.૨૫ કરોડ ૩.૦૫ કરોડ

વર્ષ સંપત્તિ જવાબદારીઓ

ડિસે-૨૦૧૨ ૧૧.૭૮ કરોડ ૨.૬૧ કરોડ

ઓગસ્ટ-૧૭ ૩૪.૩૧ કરોડ ૦.૪૮ કરોડ