રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહો ની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણી ના ભાગ રૂપે સાવરકુંડલા માં હજારો બાળકો ભેગા મળી અને સાવરકુંડલા ના રાજ માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અંગે વાકેફ કાર્ય હતા જેમાં રાજ્ય સરકાર ના વન વિભાગ ના અધિકારી ઓ અને સામાજિક સંસ્થા ઓ તેમજ સાવરકુંડલા તાલુકા ભરના બાળકો જોડાયા હતા અને રેલી સ્વરૂપે લોકો ને સિંહ બચાવો અંગે માર્ગ દર્શિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમ ધારી ગીર પૂર્વ ના અધિકારી કપિલ ભાટીયા અને તેમની ટિમ દ્વારા આયોજિત હતો.