સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું આજે ચિત્ર સ્પષ્ટ થતા કુલ ર4 ઉમેદવારો મેદાનમાં રહૃાા છે. તેમાં યાર્ડનાં વર્તમાન ચેરમેન સહીત 11 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયેલ છે. આ ચૂંટણી જંગ દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્ચે જામશે અને બે ડીરેકટરો બીન હરીફ થવા પામેલ છે.
આ અંગેનાં મળતા અહેવાલ એવા છે કે આગામી તારીખ 18/9/ર018 નાં રોજ યોજનારી માર્કેટયાર્ડની ચૂંટણી માટે ખેડૂત પેનલની 8 સીટ માટે કુલ ર0 ફોર્મ ભરાયા હતા અને વેપારી વિભાગની 4 બેઠકમાટે 1પ ફોર્મ ભરાયા હતા અને ખરીદ વેચાણ સંઘની ર સીટ માટે માત્ર ર ફોર્મ ભરાતા તે બન્ને સીટ બીનહરીફ થવા પામેલ છે. અને આજે ફોર્મ ખેંચવાનાં અંતીમ દિવસે ખેડૂત વિભાગ માંથી માર્કેટયાર્ડનાં વર્તમાન ચેરમેન બાબુભાઈ પાટીદાર, મહેશભાઈ જપાણી, રમેશભાઈ જયાણી દેવજીભાઈ સોડવડીયા, વેપારી પેનલ માંથી આરીફ મીઠાણી, કીશોર નથવાણી, મનુભાઈ પોપટ, સહીતનાં 6 વ્યકિત ફોર્મ ખેંચતા આજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવા પામેલ છે. એટલે દીપકભાઈ માલાણી જુથનાં ખેડૂત વિભાગ માંથી 8 અને વેપારી વિભાગ માંથી 4 એવી જ રીતે કાળુભાઈ વિરાણીની પેનલમાંથી ખેડૂત વિભાગ 8 અને વેપારી વિભાગ માંથી 4 તેમ ર4 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામવાની વાત નિશ્ચિત પણે જણાય રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટયાર્ડનાં ચેરમેન તરીકે ર0 વર્ષ સુધી રહેલા અને વર્તમાન ચેરમેન બાબુભાઈ પાટીદારને કોઈ પેનલમાં સમાવેશ કરવામાં ન આવ્યો. તેમજ પોતે પણ પેનલ ન બનાવી શકતા અને અપક્ષ ભરેલ ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણમાં ઘણી આર્શ્ચયજનક અને નવીનતા પામવા જેવી વાત ગણાય. દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્ચેનો આ ચૂંટણી જંગ ત્રીજી વખત જામશે. અગાઉની માર્કેટયાર્ડની ચૂંટણીમાં દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્ચે ખેલાયેલ. તેવી જ રીતે ર007માં વિરાણીઅને માલાણીની વચ્ચે વિધાનસભાની ચૂંટણી પણ સામસામે લડયા હતા. તેઓ ચૂંટણી લડવાનો ફરી માલાણી અને વિરાણી એમ વચ્ચે માર્કેટયાર્ડની ચૂંટણી જંગ ખેલાવાની વાત નિશ્ચિત જણાય છે. આ ચૂંટણી જંગમાં કોણ તે તો આવતા દીવસોમાં જ ખબર પડશે.